ગ્રામ્ય પ્રજા બેકારીમાં જીવી રહી છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી બંદર ભાંગતું જાય છે...
ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં જોડિયા બંદર આશરે છેલ્લા ત્રીસ વર્ષથી ભાંગતું જાય છે તેના કારણે જોડિયામાં વહાણવટીની પેઢીઓ હતી તે સ્થળાંતર કરી જતા જોડિયા ગામની પ્રજા બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયેલ છે, જામનગર જિલ્લામાં જો કોઈ સારૂ અને કુદરતી બંદર હોય તો તે જોડિયા બંદર છે, આજ સુધી આ બંદર ઉપર કોઈપણ અધિકારી વર્ગ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ધ્યાન આપ્યું નથી જેના કારણે જોડિયાના વહાણ બંધ થઈ ગયા છે, જોડિયાનું બંદર એ કુદરતી બંદર છે - આ બંદર ઉપર બસરા, કરાચી, દુબઈ, ઇરાક, ઈરાન હજારો ટન માલ આવતો જતો હતો અને આ બંદર ઉપર માલ રાખવાની પણ પુસ્કળ સુવિધા છે જેના કારણે તાત્કાલિક માલ ખાલી કરી અને પરત કરી શકતા હતા આ બંદર હાલમાં ધણું જ બુરાઈ ગયેલ છે.
આશરે બે કિલોમીટરની નહેરમાં કુળડામાંથી નીકળી ગયેલા કાળા પથ્થરો છૂટક-છૂટક નહેરમાં પડ્યાં છે અને કાદવ ભરાઇ ગયેલ છે, તેમજ કુળદાની આથમણી બાજુનો કિનારો ધોવાઈ ગયો છે જે કિનારા પાસે એટલે કે કુળદાથી 100 મીટર દૂર કુળદાની સામે બે કી.મી. નો નવો પાળો બાંધવાની જરૂર છે આ પાળો બે કી, મી લાંબો અને 12 ફૂટ ઉંચો બાંધવામાં આવે તો કુળદામાંથી નીકળતા કાળા પથ્થરો એટલે કે કુળદાનું ધોવાણ થતું અટકે... અને કુળદાનું આયુષ્ય વધે, પાળો ન હોવાના કારણે આથમણી બાજુથી આવતા પવનના કારણે પાણીના મોજા કુળદા સાથે ભટકાય છે અને કુળદાને નુકશાન કરે છે, જેથી આ સાથેના નકશામાં બતાવેલી જગ્યાએ બે કી.મી. નો નવો પાળો નહેરમાંથી કાળા પથ્થર કામ કરવાથી આ બંદર ફરીથી વિકસી શકે તેમ છે તેમજ વહાણો બારે માસ આવી જઈ શકે તેમ છે.
જો આ બંદરમાં આટલું કામ થઈ જાય તો જોડિયા બંદર ફરીથી વિકસતું થાય અને ગામની ઘણી પેઢીઓ જે હાલ પોતાનો વેપાર બહાર કરે છે તે જોડિયામાં ઉધોગ વેપાર તથા લધુ ઉધોગ કારખાનાઓ, ફેક્ટરીઓ વગેરે વિકસવાની ઘણી તકો પડી છે, આજે પણ કરાચીમાં જોડિયા બઝાર છે, જોડિયા બંદર ઉપર ઘણી પેઢીઓ બોટ બિલ્ડિંગ યાર્ડ બનાવાની ઈચ્છા ધરાવે છે જેથી ગુજરાત સરકાર અને ભારત સરકારને લાખો પિયાનું હુંડીયામણ પણ મળવાની શક્યતા છે, જેથી આ કુદરતી બંદરને ફરીથી ઘીગતું કરવા માટે બે કી.મી. ની જે નાળ હાલ કાદવથી ભરાઈ ગઈ હતી તેને સન-પાઇપથી ખોદાણ કરી અને ફરી એક વખત ઉંડી કરવામાં આવે તો પછી કુદરતી રીતે આ બંદર ઉપર આવેલી ઉડી નદીના પાણીના વહેણથી વરસો વર્ષ સાફ થતો રહેશે.
અગાઉ બંદરથી જોડિયા રેલવે સુધી ટ્રેન પણ ચાલતી હતી, જોડિયાનું બંદર પુન: ધમધમતું કરવા અગાવ અનેકવાર લેખિક-મૌખિક રીતે લાગતા વળગતા અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય સહિત અનેક લોકોને રજુઆત કરેલ છે, જોડિયાનું બંદર પુન: ચાલુ થાય તો અનેક લોકોને રોજી-રોટી મળે તેમ છે, આજે દિવસે-દિવસે ગામ ખાલી થતું જાય છે.
જોડિયાને ભાંગવામાં એસ.ટી. નો સિંહ ફાળો...
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એસ.ટી. ની કોઈ સુવિધા નથી, જોડિયાને ભાંગવામાં એસ.ટી. નો સિંહ ફાળો છે, જોડિયા બસ સ્ટેન્ડમાં કોઈ સુવિધા નથી, બીજું તો ઠીક જોડિયાના નામનું બોર્ડ પણ નથી તેમજ બસ સ્ટેન્ડમાં ક્ધટ્રોલ પોઇન્ટ શ કરવા અનેકવાર રજુઆત કરેલ છે, જોડિયાથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ધ્રોલ પાસ કઢાવવા જવું પડે છે ત્યારે જોડિયાથી અગાઉ કાપડ લેવા બહારગામથી ખુબ માણસો આવતા હતા, પરંતુ બસની સુવિધાનો અભાવ હોવાથી હવે લોકો આવતા નથી, દિવસે-દિવસે જોડિયાથી મહિનામાં બે-ત્રણ કુટુંબ બહારગામ ધંધા માટે જાય છે, જોડિયામાં કાપડની મોટી બઝાર હતી, જે મેમણ બંધુઓ બહારગામ જતા રહ્યા છે, આમ જોડિયાને ભાંગવામાં એસ.ટી. નો સિંહ ફાળો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech