વિખ્યાત કલાકાર ડો.સોનલ માનસિંહ દ્વારા શ્રીકૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા" પ્રસ્તુત કરાઈ
ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી 'કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી.
ભગવાન શ્રી કૃષ્ણના સંપૂર્ણ જીવનને પ્રતિબિંબિત કરતી 'કૃષ્ણ: નાટ્ય કથા' નિહાળી પ્રવાસીઓ તેમજ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ તકે નાયબ કલેક્ટર હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, મામલતદાર જે.એન.મહેતા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા સહિત બહોળી સંખ્યામાં દ્વારકા વાસીઓ ઊપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભક્તિ, સંગીત અને વાર્તા કથનના અમર સ્વરૂપને જીવંત બનાવતી આ વિશેષ રજૂઆત ગુજરાતની ત્રણ ઐતિહાસિક નગરીઓમાં એક ભવ્ય યાત્રા તરીકે થશે. તેમજ તા.૨૪ ફેબ્રુઆરી રોજ સોમનાથ ખાતે તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે, પ્રકાશ પથ (સોમનાથ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ ૨૪-૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના ભાગરૂપે) યોજાશે જે દર્શકોને અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ કરાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિટી બસ-બીઆરટીએસની ૨૩૪માંથી ૧૫૨ બસ હજુ બંધ; મુસાફરોમાં દેકારો
May 14, 2025 03:10 PMસિહોરમાં નવા આર.સી.સી રોડનું ડાયવર્ઝન ખખડધજ હાલતમાં
May 14, 2025 03:08 PMચીને અરુણાચલની જગ્યાઓના નામ બદલ્યા, ભારતે હકીકત બદલાશે નહી
May 14, 2025 03:04 PMજિલ્લામાં ૯ નવાં રજીસ્ટ્રેશન અને ૧૧ રિન્યુઅલ રજીસ્ટ્રેશન રદ કરવાનાં નિર્ણયને બહાલી
May 14, 2025 03:03 PMભારતનો ચીની સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના એક્સ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ
May 14, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech