કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક યુવાન બુધવારે બપોરે અકસ્માતે પાણી ભરેલા કૂવામાં પડી જતા તેમનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.
આ કરુણ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાબેના બાકોડી ગામના વાડી વિસ્તારમાં રહેતા જેસાભાઈ જગાભાઈ ગોજીયા નામના આશરે 30 વર્ષના યુવાન ગઈકાલે બુધવારે બપોરે આશરે 12:30 વાગ્યાના સમયે તેમની વાડીએ કામ કરી રહ્યા હતા, ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતા તેમનો પગ લપસ્યો હતો અને તેઓ 50 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા કુવામાં પડી ગયા હતા.
આ બનાવ અંગેની જાણે સ્થાનિક સરપંચ ડાડુભાઈ બેડીયાવદરા દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્થાપના નિમેશભાઈ, જીતેન્દ્રસિંહ વિગેરે ફાયર ફાયટર, એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ કુવામાંથી જેસાભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહનો કબજો કલ્યાણપુર પોલીસને આપવામાં આવ્યો છે. મૃતક યુવાન પરિણીત હતો અને તેમને એક પુત્રી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબગસરાના લુંધિયા ગામેથી ઝડપાયો દારૂનો જથ્થો
May 22, 2025 10:47 AMઆરબીઆઈ હવે બેંકિંગ સિસ્ટમમાં રોકડ ઉમેરવાની ગતિ ઘટાડશે
May 22, 2025 10:45 AMભારતના 60 ટકા જિલ્લાઓ પર ભારે ગરમીનું તોળાતું સંકટ
May 22, 2025 10:42 AMઈએમઆઈના બોજ હેઠળ દબાયેલા મધ્યમ વર્ગનો પગાર માત્ર દંભ જ
May 22, 2025 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech