* એ.સી.બી. સફળ ટ્રેપ *
(૧) યુવરાજસિંહ જગદીશસિંહ ગોહીલ. ઉ.વ.૪૧ એ.એસ.આઇ., ખંભાળીયા ગેટ પોલીસ ચોકી, સીટી એ ડીવીઝન પો.સ્ટે. જામનગર. રહે- ક્વાર્ટર નં.બી-૫/ ૬૯ (ચાર માળીયા), પોલીસ હેડક્વાર્ટર જામનગર.
(૨) પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા. ઉ.વ.૩૨ પો.હેઙ કોન્સ., ખંભાળીયા ગેટ પોલીસ ચોકી, સીટી એ ડીવીઝન પો.સ્ટે. જામનગર. રહે- ક્વાર્ટર નં.બી-૧૭/ ૨૨૧ (નવા ત્રણ માળીયા),પોલીસ હેડક્વાર્ટર જામનગર.
ટ્રેપ ની તારીખ.-૨૧/૦૫/૨૦૨૫
લાંચની માંગણીની રકમઃ- રૂા.૮,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૮,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૮,૦૦૦/-
ટ્રેપનું સ્થળઃ- ખંભાળીયા ગેટ પોલીસ ચોકી, સીટી એ ડીવીઝન પો.સ્ટે. જામનગર.
ટૂંક વિગત:- આ કામના ફરીયાદી વિરૂધ્ધ થયેલ અરજીની તપાસ આક્ષેપિત-૧ કરી રહેલ હોય અને આક્ષેપિત-૨ તેની સાથે કામગીરી કરે છે.
આક્ષેપિત-૧ નાએ ફરીયાદીશ્રીને હેરાન ન થવુ હોય અને લોકઅપમાં નહી બેસાડી તાત્કાલીક મામલતદાર કચેરીમાં રજુ કરી દેવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને તે રકમ આક્ષેપિત-૨ ને આપી દેવાનુ આપી દેવાનુ જણાવેલ. આક્ષેપિત-૨ નાએ ફરીયાદીને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજુ કરાવવા જતા પહેલા ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- માંગતા ફરીયાદી પાસે જે તે વખતે.
આટલી રકમ ન હોવાથી આક્ષેપિત-૨ નાએ ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂ.૮,૦૦૦/- ફોન કરીએ ત્યારે આપી જવાનુ જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ બન્ને આક્ષેપીતો ની પોલીસ ચોકી ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપીત-૧ નાએ લાંચની રકમ આક્ષેપિત-૨ ને આપી દેવાનુ કહેતા આક્ષેપિત-૨ નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૮,૦૦૦/- માંગી, સ્વીકારી બન્ને આક્ષેપિતોએ એક બીજાને મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી બન્ને ઝડપાઈ જઈ ગુન્હો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી :- આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, રાજકોટ એ.સી.બી. એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ.
સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.