પાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત

  • May 22, 2025 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના  પાંચતલાવડા ગામની પંચાયતમાં ફરજ બજાવતાં તલાટી મંત્રી અનિયમિત આવતાં હોવાના કારણે વિવિધ કામગીરી માટે ગ્રામજનોને ધક્કા ખાવાની નોબત આવે છે.  તાલુકાના પાંચ તલાવડા ગામના તલાટી મંત્રી પોતાની ફરજ પ્રત્યે બેદરકાર હોય આ અંગે પાંચ તલાવડાના પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઇ હતી.
 હાલમાં વિવિધ સરકારી કામ માટે તલાટી મંત્રીની આવશ્યકતા રહેતી હોય છે. સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામના કાયમી તલાટી-મંત્રીની બદલી થતાં તેમની જગ્યાએ વાવડી ગામના તલાટી મંત્રી રોહિત રાજ્યગુરુને ચાર્જ સોંપવામાં આવેલ પરંતુ તે પાંચ તલાવડા ફરજ પર નહીં આવતા હોવાની ગ્રામજનોમાં ફરિયાદ ઊઠવા પામી છે. આ અંગે ગામના પૂર્વ સરપંચ બાલાભાઇએ તલાટી મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તલાટી મંત્રીએ ઉદ્ધતાઇભર્યો જવાબ આપેલ.આ અંગે બાલાભાઇ ડાંગરે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી.
 તલાટીની અનિયમિત હાજરીના કારણે સરકારી કામ માટે જરૂરી દાખલા મેળવવા કે ફોર્મમાં સહી સિક્કા માટે પણ ધક્કા ખાવાની નોબત આવે છે. વૃદ્ધો અને વિધાર્થીઓનું સમયસર કામ નહીં થતાં નુકશાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને અનિયમિત આવતાં તલાટી મંત્રીની બદલી કરવાની માંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application