જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં રહેતા એક ખેડૂત ખેતી કામ દરમિયાન બેશુદ્ધ થઈ ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કાંતિલાલભાઈ વિરાણી નામના ૫૬ વર્ષના ખેડૂત, કે જેઓ આજે સવારે ૯.૦૦ વાગ્યાના અરસામાં પોતાની વાડીમાં ચણામાં પાણી વાળતા હતા, જે દરમિયાન તેઓ એકાએક બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા.
આ સમયે વાડીમાં હાજર રહેલા તેના નાનાભાઈ વલ્લભભાઈએ તાત્કાલિક સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વલ્લભભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ.એસ.આઈ.જી.આઈ.જેઠવા કાલાવડ ની સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
***
બેટ દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા અમરીકભાઈ સોમાભાઈ પાંજરી નામના ૪૦ વર્ષના ખારવા યુવાને રવિવાર તારીખ ૭મી ના રોજ પોતાના રહેણાંક મકાનની છતના હુકમાં દોરડા વડે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ અંગેની જાણ મૃતકના નાનાભાઈ નરસીરભાઈ સોમાભાઈ પાંજરીએ ઓખા મરીન પોલીસને કરી છે.
***
નંદાણામાં સુરતના મહિલાનું અપમૃત્યુ
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પુષ્પાબેન મહેશભાઈ રાઠોડ નામના ૪૨ વર્ષના મહિલાને કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે છાતીમાં દુખાવો ઉપડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પુત્ર સાહિલ મહેશભાઈ રાઠોડ (ઉ.વ. ૨૨)એ કલ્યાણપુર પોલીસને કરી છે.
***
બીમારીગ્રસ્ત રાણના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાણ ગામની સીમમાં રહેતા ધરમશીભાઈ કાનાભાઈ ડાભી નામના ૪૩ વર્ષના યુવાનને ટીબીની બીમારી હોય, આ બીમારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ બાબુભાઈ દેવશીભાઈ ડાભીએ સ્થાનિક પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech