ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની એવા વિશ્વરાજસિંહે આત્યંતિક પગલું ભરતા પહેલા ૧૩ મિનિટનો એક વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ ૧૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવી દીધું હતું. આ વાયરલ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે જો તમારે દીકરો હોય અને તેનું ભવિષ્ય ન બગાડવું હોય તો આ વીડિયો શેર કરો અને કાયદો બદલો, કારણ કે ૪૯૮ના કેસ સીધી જિંદગી છીનવી લે છે.
લગ્નજીવનમાં વિવાદ અને ઘરેલુ હિંસાની અરજી
પ્રાપ્ત વિગતો અનુસાર, વિશ્વરાજસિંહના લગ્ન ૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ધારાબા અજયસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા સમય બાદ જ ઘરેલુ બાબતોને લઈને વિવાદો શરૂ થયા હતા અને ૧૨ સપ્ટેમ્બરના રોજ ધારાબા દ્વારા પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કાળિયાબીડની અંજની સિટીમાં આવેલા સાસરી પક્ષમાં વાતચીત ચાલી રહી હતી ત્યારે વિશ્વરાજસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ પણ બન્યો હતો, જે અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
કોર્ટ કાર્યવાહી બાદ મહારાષ્ટ્ર પહોંચી ભરી અંતિમ છલાંગ
ઘરેલુ હિંસા સંબંધિત આ કેસમાં ૯ ઑક્ટોબરના રોજ વિશ્વરાજસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓ ઘરેથી બહાર જવાનું કહીને પોતાના બાઈક પર નીકળ્યા હતા અને સીધા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ પહોંચીને તેમણે કોંકણકડા પર્વતની ૧૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કાકેનવાડા પોલીસ દ્વારા ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરાઈ હતી. ત્યારબાદ યુવકનો મૃતદેહ ભાવનગર લાવવામાં આવ્યો હતો અને પાલીતાણા ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
અંતિમ વીડિયોમાં કાયદાના દુરુપયોગ અને માનસિક દબાણ અંગે ગંભીર આક્ષેપો
મૃતક વિશ્વરાજસિંહે પોતાના અંતિમ વીડિયોમાં લગ્નજીવનના કડવા અનુભવો અને કાયદાકીય જોગવાઈઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોડર્ન જમાનામાં વિચારો અને આદતો ન મળતા ડિવોર્સ લેવાય છે, પરંતુ ડૉમેસ્ટિક વાયલન્સ અને કલમ ૪૯૮ના ૯૦ ટકા કેસ ફેક હોય છે જેમાં કોઈ આધાર કે પુરાવા હોતા નથી. દીકરીઓ અને તેમના પરિવાર દ્વારા આ કાયદાને હથિયાર બનાવીને જમાઈઓ પર માનસિક, શારીરિક અને આર્થિક દબાણ લાવી મરવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમણે પોતાના પર થયેલા તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે તેમની માતા કે ભાઈએ ક્યારેય માર માર્યો નથી અને જો માર માર્યો હોય તો તેના મેડિકલ પુરાવા હોવા જોઈએ. પત્ની દ્વારા ખોટા નાટકો કરીને સોના ચાંદીની માંગણીઓ અને સમાધાનની બેઠકોમાં પણ ઓથોરિટી દ્વારા પક્ષપાત થતો હોવાનું જણાવી તેમણે આત્મહત્યા પાછળના સંજોગો માટે સિસ્ટમ અને પત્નીના ત્રાસને જવાબદાર ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફ્રાન્સ-બાંગ્લાદેશ જેવી હિંસાનું કાવતરૂ ભારત માટે પણ ઘડાયું હતુંઃ કિરેન રિજ્જુ
October 18, 2026 06:53 PMભાવનગરના યુવકે મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઊંડી ખીણમાં કૂદી આપઘાત કર્યો, અંતિમ વીડિયોમાં કહી આપવીતી
October 18, 2026 06:32 PMઈશાન કિશને ઇતિહાસ રચ્યો, બેંગલુરુમાં ત્રણ ચોગ્ગા ફટકારીને રિઝવાન-સૂર્યાનો રેકોર્ડ તોડ્યો
October 18, 2026 06:24 PMટાટા ટ્રસ્ટે 1556 કરોડ રૂપિયાનું દાન આપ્યું, હવે દેશભરમાં બનાવશે 40-50 હોસ્પિટલો
October 18, 2026 06:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
