જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતા યુવકને ઝાંઝરડા રોડ પર રહેતા યુવકે પોસ્ટ વિભાગમાં નોકરી કરે છે અને પટાવાળા ની નોકરી અપાવી દઈશ તેવો વિશ્વાસ આપી .૩.૩૧ લાખ મેળવી લીધા હતા પરંતુ પોસ્ટમાં નોકરી પણ ન મળી અને પિયા પણ ગુમાવતા અંતે યુવકે વિશ્વાસઘાત છેતરપિંડી થયા અંગે સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ જૂનાગઢના મધુરમ સનસિટી પાસે રહેતા જયેશ ચંદુલાલ વાઘેલા ને ઝાંઝરડા રોડ પર જનકપુરી શેરીમાં રહેતા દીપકભાઈ મુગતરામ ભટ્ટ સાથે સંપર્ક થયો હતો અને દિપકભાઈએ પોસ્ટમાં નોકરી કરે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પોસ્ટમાં પટાવાળા ની નોકરી અપાવી દઈશ તેમ જયેશભાઈ ને જણાવી વિશ્વાસ મેળવી જયેશભાઈ તેના પત્ની સહિતનાઓ પાસેથી અલગ અલગ સમયે .૩.૩૧ લાખની રકમ મેળવી લીધી હતી.ગત જુન માસમાં થયેલા બનાવ અંગે એક વર્ષ પૂર્ણ થવાને આરે છે તેમ છતાં પણ દીપકભાઈએ નોકરી પણ ન આપી અને પિયા પણ ન આપતા જયેશ વાઘેલાએ સી ડિવિઝનમાં વિશ્વાસઘાત છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ ચૌહાણે હાથ ધરી છે.જૂનાગઢ: જૂનાગઢના વકીલને સામાજિક બદનામ કરવાની ધમકી આપી પિયા પડાવવા ખોટી ફરિયાદ દાખલ કરવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં રાજકોટની બે યુવતી અને યુવક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં રહેતા અને અશોકભાઈ સોલંકી વકીલાત નો વ્યવસાય કરે છે. અશોકભાઈને કવિતા ભાણજીભાઈ માકડીયા નામની યુવતીએ પિયા પડાવવા અગાઉના સંબધં સમાજમાં જાહેર કરી પત્નીને પણ સંબંધની જાણ કરી ખોટી ફરિયાદ કરી દઈશ તેમ જણાવ્યું હતું. તેમજ રાજકોટ જ રહેતી બિંદિયા નાગજીભાઈ રાઠોડ નામની યુવતીએ અશોકભાઈ ના પત્નીને અગાઉના સંબધં અંગે જાણ કરી દાંમપત્ય જીવનને ખલેલ પહોંચાડવાની કોશિશ કરી હતી. તેમજ કવિતા માકડીયા, બિંદિયા નાગજી રાઠોડ અને મોહિત નાગજી રાઠોડ ત્રણેયે અશોકભાઈ ને ફોન પર જાન થી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં રાજકોટની બે યુવતી અને યુવક સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech