રાજ્ય સરકાર રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે

  • May 23, 2025 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે 

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ટેકાનો ભાવે ઘઉં  રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિ.જાહેર કરવામાં આવ્યાં છે જેનાં પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે. 

ખેડૂતોને તેઓનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નિયત કરેલી છે. રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા મેનેજર ગ્રેડ-૧ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application