ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા આજે, 23 મે, 2025 ના રોજ, રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વના ફેરફારો કરતા બદલીઓ અને બઢતીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
શ્રી એમ.જી.બંધીયા, ઉપ સચિવ વર્ગ-1, ને જાહેર હિતમાં બદલી આપીને વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ ખાતે નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત, સચિવાલય સેવાઓ હેઠળના સેક્શન અધિકારી વર્ગ-2 (પગાર ધોરણ રૂ. 44,900-1,42,400) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓને હંગામી ધોરણે ઉપ સચિવ, વર્ગ-1 (પગાર ધોરણ રૂ. 56,100-1,77,500) સંવર્ગમાં બઢતી આપીને તેમના નામ સામે દર્શાવેલ વિભાગ/કચેરીઓમાં ઉપ સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
જૂઓ લીસ્ટ
સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ આ બઢતી અન્વયે સચિવાલયના વિભાગો હેઠળની કચેરીઓ ખાતે પ્રતિનિયુક્તિથી નિમણૂક પામેલા અધિકારીઓ માટે જે-તે કચેરીનો વહીવટી વિભાગ સેવા વિષયક બાબતોનો વિભાગ રહેશે. સંબંધિત અધિકારીઓને બઢતીની જગ્યાએ હાજર થવા માટે જે-તે વહીવટી વિભાગ/કચેરીએ તાત્કાલિક ફરજમુક્ત કરવાના રહેશે અને તેઓને છૂટા કર્યાની તેમજ હાજર કર્યાની જાણ તુર્ત જ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે.
આ બદલીઓ અને બઢતીઓ રાજ્યના વહીવટી કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપીને વહીવટમાં ગતિશીલતા લાવવાના હેતુથી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech