શહેરના રૂખડિયાપરામાં રાત્રીના વાહન પાર્ક કરવા જેવી બાબતે યુવકના પિતા સાથે ઝગડો કરતા ચારેય શખ્સોને પુત્ર સમજાવવા જતા યુવકને માથામાં તલવાર મારી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પથ્થર મારો પણ કરવામાં આવતા રાત્રીના પોલીસ દોડી ગઈ હતી અને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી. બનાવમાં પ્ર.નગર પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ રૂખડિયામાં હાજીપીરની દરગાહ પાસે રહેતો અને જિમ ચલાવતો રેહાન રજાકભાઈ શેખ (ઉ.વ.19)નો રાત્રીના અગ્યારેક વાગ્યે બહારથી ઘરે આવ્યો ત્યારે ઘર પાસે કાર પાર્ક કરવા બાબતે યુવકના પિતા રાજાકભાઈ સાથે ઇસ્માઇલ આમદભાઈ શેખ, મગદુમ શેખ, કાલી અને સાહેલ સલીમભાઇ શેખ બોલાચાલી કરતા હતા આથી ઝગડો ન કરવા બાબતે સમજાવવા જતા ઇશ્માંઇલ શેખે ઉશ્કેરાઈ જઈ માથામાં તલવારનો ઘા મારી દેતા યુવક નીચે પડી ગયો હતો. અન્યોને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો થતા આસપાસના લોકો ભેગા થઇ જતા ચારેય ત્યાંથી નાશી ગયા હતા અને જતા જતા ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છો, નહીંતર જાનથી મારી નાખીશું, યુવકને લોહી નીકળતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અબગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે યુવકની ફરિયાદ ઉપરથી ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં એક તબક્કે પથ્થર મારો પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતા મામલો વધુ ઉગ્ર બને એ પૂર્વે પોલીસ દોડી ગઈ હતી અને સ્થિતિ કાબુમાં લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application