સાસુ સાથે ઝઘડો થતાં નવોઢાએ ગળેફાંસો ખાઈને કર્યેા આપઘાત

  • May 15, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મેંગો માર્કેટ નજીક આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતી નવોઢાએ ગત સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. સાસુ અને પુત્રવધુ વચ્ચે ચડભડ થતા પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કુવાડવા રોડ, મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટી ૧ માં રહેતી નિકીતાબેન અજયભાઈ પ્રજાપતિ( ઉ.વ.૨૫)ની નવોઢાએ ગત સાંજે આઠેક વાગ્યે ઘરે મમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મનો દરવાજો કેટલીવાર સુધી બધં હોય સાસુએ દરવાજો ખટખટાવતા પુત્રવધુ દરવાજો ખોલતી ન હોવાથી પરિવારના સભ્યને ફોન કરીને જાણ કરતા ઘરે આવી ગયા હતા અને દરવાજો તોડી જોતા પુત્રવધુ લટકતી હતી.
તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર નીકિતાબેનના લ થયાને છ મહિના થયા હતા. પતિને ઇમિટેશનની દુકાન છે, સવારે સાસુ સાથે કામ બાબતે ઝઘડો થતાં પરિણીતાએ પિતાને ફોન કરી જાણ કરી હતી. જે બાદ સાંજે આઠ વાગ્યે પગલું ભરી લીધું હતું. આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application