ભોગ બનનારની બાળકી સાથે પણ અડપલા કર્યાની રાવ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જામનગરમાં એક મહિલા સાથે થોડા વર્ષ પહેલા પરિચય કેળવીને આપ પાર્ટીના એક કાર્યકરે લગ્નની લાલચ આપીને તેણી પર દુષ્કર્મ આચરી ઉપરાંત ભોગ બનનાર મહિલાની સાત વર્ષની બાળકી સાથે પણ અડપલા કર્યાની ફરીયાદ વિધર્મી શખ્સ સામે દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામી હતી આ ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ આદરીને આરોપીની અટકાયત કરી એક દિવસના રીમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં આશરે અઢી ત્રણ વર્ષ પહેલા એક પરણીત મહિલાને જામનગરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગણાવતા અકરમ સલીમ ખીરાના સંપર્કમાં આવી હતી અને પરિચય કેળવ્યો હતો, સંપર્કમાં આવ્યા બાદ આરોપીએ તેણીને લગ્નની લાલચ આપી સબંધ વધુ ગાઢ બનાવ્યો હતો એ પછી અનેક વખત તેણી પર દુષ્કર્મ આચર્યુ હતું, આરોપીએ શઆતમાં તેના લગ્ન થયા નથી અને તેણીને અપનાવી લેશે એવા પ્રલોભન પણ આપ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.
આરોપી વિધર્મી શખ્સે મહિલા સાથે જબરજસ્તી સબંધ બાંઘ્યા હતા ઉપરાંત તેના ઘરે જતો હતો અને ભોગ બનનાર મહિલાની સાત વર્ષની બાળકી સાથે પણ અડપલા કર્યા હતા અને ડામ દીધાનું પણ પોલીસ સમક્ષ કરેલી ફરીયાદમાં જણાવાયુ છે. ફરીયાદના આધારે સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા અને સ્ટાફ દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને પીડીત મહિલાએ આપેલી વિગતો અનુસાર પોલીસે દુષ્કર્મ, પોકસો હેઠળની કલમ મુજબ અકરમ ખીરા સામે ફરીયાદ નોંધીને તેની અટકાયત કરી હતી તેમજ એક દિવસના રીમાન્ડ પર લઇને જેલ હવાલે કરવામાં આવ્યો હતો જયારે ભોગ બનનારની મેડીકલ ચકાસણી સહિતની કાર્યવાહી અને નિવેદનો લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.