કારનો ભૂકડો બોલી ગયો: સદભાગ્યે જાન હાની ટળી
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધુવાવ નજીક સોમવારે સાંજે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારની પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો. સદભાગ્ય જાનહાની ટળી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસિંગની જી.જે. ૩૬ એ.એફ. ૩૫૦૧ નંબરની ક્રેટા કાર જામનગર રાજકોટ રોડ પરથી સોમવારે સાંજે પસાર થઈ રહી હતી, દરમિયાન પુર ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને પાછળથી ઠોકર મારી દેતાં કારના પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો, અને કારમાં ભારે નુકસાની થઈ હતી.
કાર રોડ પરથી નીચે ઉતારતાં અટકી ગઇ હતી, અને તેમાં બેઠેલી વ્યક્તિનો બચાવ થયો હતો.જે અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી છુટ્યો હતો. પંચકોશી એ. ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMED બધી હદો પાર કરી મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર
May 22, 2025 02:45 PMરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકીઓ ઠાર
May 22, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech