જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર બંન્ને કાર ભડકે બળી: બન્ને કારમાં બેઠેલી વ્યક્તિઓ બહાર નીકળી જતાં તમામનો બચાવ: કાલાવડ ફાયરે દોડી જઈ આગબે બુજાવી
જામનગર કાલાવડ ધોરી માર્ગ પર મોટી માટલી ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ વારાફરતી બંને કારમાં આગ લાગી જતાં બન્ને કાર ભડકે બળી હતી, અને ભારે અફડા તફળીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવમાં બન્ને કારની અંદર બેઠેલી વ્યક્તિઓ સહી સલામત રીતે બહાર નીકળી જતાં કોઈને જાનહાની થઈ ન હતી, પરંતુ બન્ને કારમાં ભારે નુકસાની થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં કાલાવડ ફાયર બ્રિગેડ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને કાબુમાં લીધી હતી. આ બનાવ સમયે ત્યાંથી પસાર થનારા અન્ય વાહન ચાલકોએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહેરા ફેરી 3માં પંકજ ત્રિપાઠીએ બાબુ ભૈયાની ભૂમિકા ભજવવાનો ઇનકાર કર્યો
May 23, 2025 12:04 PMવીર જવાનોના સાહસને બિરદાવવા બાલંભામાં તિરંગા યાત્રા
May 23, 2025 12:04 PMસાની ડેમનું કામ તાકીદે પૂર્ણ કરવા ઉગ્ર માંગ
May 23, 2025 12:02 PMખંભાળિયામાં પૈસાની માંગણી કરી, યુવાન પર હુમલો
May 23, 2025 11:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech