ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા સાજીદ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના યુવાન પાસે અત્રે નગર ગેઈટ વિસ્તારમાં આવેલા દલિતવાસ ખાતે રહેતા જીતુ બાલાભાઈ ડોરુ નામના શખ્સએ તેમની પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી સાજીદભાઈ પાસે પૈસા ન હોવાથી તેને ના કરી હતી. આનાથી ઉશ્કેરાઈ ગયેલા જીતુ ડોરુએ એમને બિભત્સ ગાળો કાઢી, લોખંડના કળા વડે માર મારી ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ખંભાળિયામાં પીધેલો કાર ચાલક ઝડપાયો
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી ગઈકાલે ગુરુવારે રાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 14 લાખની કિંમતની હેરિયર મોટરકાર લઈને નીકળેલા લાલપરડા ગામના જયેશ રામાભાઈ પિંડારિયા નામના 31 વર્ષના શખ્સને ટ્રાફિક પોલીસે ઝડપી લઈ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી મોડી રાત્રિના સમયે પોલીસે બંદર રોડ વિસ્તારમાં રહેતા સાલેમામદ એલીયાસ ગજ્જણ નામના 32 વર્ષના શખ્સને દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122(સી) હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application