પડધરી તાલુકાના દેપાળિયા ગામના પાટીયા પાસે રીક્ષા ચાલકે ઓચિંતો ટર્ન મારી બાઇકને હડફેટે લેતા બાઈકમાં સવાર મહિલાનું ગંભીર ઈજા થવા સબબ ઘટનાસ્થળે જ મોત થયું હતું. યારે તેના પતિ અને પાંચ વર્ષની બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પડધરી પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રાજકોટના ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા અને હાલ જામનગરમાં લાલપુર ચોકડી પાસે આશાપુરા સર્કલ નજીક રહેતા સુનિલ લખપતિભાઈ ચૌહાણ (ઉ.વ ૨૪) નામના યુવાને પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સીએનજી રીક્ષા નંબર જીજે ૯ એએકસ ૬૩૫૯ ના ચાલકનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સવારના તે પોતાની પત્ની મનિષાબેન ઉર્ફે સરગમ તથા પાંચ વર્ષની બાળકી સાક્ષીને લઇ અહીં જામનગરથી બાઈકમાં રાજકોટ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન ૧૧:૩૦ વાગ્યા આસપાસ દેપાળિયા ગામ પાસે પહોંચતા દેપાળિયા ગામના પાટીયા પાસે ડિવાઈડર તરફથી એક સીએનજી રીક્ષાના ચાલકે ફલ સ્પીડમાં ઓચિંતા ટર્ન મારતા બાઈકને હડફેટે લીધું હતું. જેથી બાઈક પરથી યુવાનની દીકરી રોડ પર પટકાઈ હતી અને તેની પત્ની પણ દૂર રોડ પર ફગોળાઇ હતી. પ્રથમ દીકરીને ઊભા કર્યા બાદ પત્ની પાસે જતા તેના માથામાં ઇજા પહોંચી હોય અને લોહી નીકળતું હોય જેથી ૧૦૮ ને જાણ કરી હતી. ત્યારબાદ તેને ૧૦૮ માં હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન યુવાનને જાણ થઈ હતી કે તેની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. યારે યુવાન તથા તેની બાળકીને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે યુવાનની ફરિયાદ પરથી પડધરી પોલીસે રિક્ષા નંબર જીજે ૦૯ એએકસ ૬૩૫૯ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech