Indus Water Treaty: પાણી માટે તરસ્યું પાકિસ્તાન, સિંધુ જળ સંધિ પર મોદી સરકારને લગાવી આ ગુહાર

  • May 14, 2025 10:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે જેનાથી પાકિસ્તાન ચિંતિત છે. પાકિસ્તાને ભારતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે કારણ કે તેને જળ સંકટનો ડર છે. 1960માં થયેલી આ સંધિ અનુસાર સિંધુ, ચિનાબ, જેલમનું પાણી પાકિસ્તાનને અને રાવી, બિયાસ, સતલજનું પાણી ભારતને મળે છે.


પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાને એકવાર ફરી ગુહાર લગાવી છે કે ભારત પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખીને અપીલ કરી છે કે ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં ગંભીર જળ સંકટ પેદા થઈ શકે છે.


ઈશાક ડારે આપી ચૂક્યા છે ભારતને ગીધડધમકી

તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર ભારતને ગીધડધમકી આપી ચૂક્યા છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનો વિવાદ નહીં ઉકેલાય તો આ યુદ્ધવિરામ વધારે દિવસ નહીં ચાલે.


શું છે સિંધુ જળ સમજૂતી?

વર્ષ 1960માં સિંધુ જળ સમજૂતી થઈ હતી. સમજૂતી હેઠળ સિંધુ, ચિનાબ, જેલમ નદીનું પાણી પાકિસ્તાનને અને રાવી, બિયાસ, સતલજનું પાણી ભારતને મળ્યું હતું. આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાનને સબક શીખવવા માટે ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application