ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બંને વાહનો આડેપડખે થતાં ભારે નુકસાની: કોઈ જાનહાની નહીં
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, અને બંને વાહનો આડા પડખે થયા હતા, અને બંને વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી.
જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસે શુક્રવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જી.જે ૧૦ સી.જી. ૪૭૧૦ નંબરની કાર તેમજ જી.જી. ૧૦ ટી.વી. ૬૧૪૧ નંબરના ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ટ્રક રોડથી નીચે ઉતરીને આડે પડખે થયો હતો, અને ટ્રકમાં ભારે નુકસાની થઈ હતી. જોકે તેના ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાની ના અહેવાલ મળ્યા નથી.
આ ઉપરાંત કાર પણ ધડાકા ભેર ટ્રક સાથે અથડાઈને આડા પડખે થઈ હતી, અને કારનો ભૂકકો બોલી જતાં ભારે નુકસાની થઈ હતી. પરંતુ તેમાં બેઠેલી વ્યક્તિને પણ કોઈ વધુ ઈજા થઇ ન હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને થોડો સમય માટે અવરોધાયેલા ટ્રાફિકને મુક્ત કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech