જામનગરમાં પેરોલ જમ્પ કરેલા હત્યા કેસનો આરોપી પકડાયો

  • November 29, 2025 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ દ્વારા ફરાર થયેલ કેદીને પકડી પાડવા કામગીરી કરવા માટે જરૂરી આઉટવર્ક કરવામાં આવ્યુ હતું, દરમ્યાન મળેલી બાતમી આધારે રાજકોટ મઘ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર કેદીને જામનગરમાંથી પકડી લેવાયો હતો.


જામનગર શહેરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકના વર્ષ ૨૦૦૫ના હત્યા કેમાં રાજકોટની જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મહમદ ઉર્ફે મેમુડો ઈશાક ખાટકી (રે. હુસેની ચોક, ખાટકીવાસ)ને નેત્રમ કમાન્ડ ક્ધટ્રોલ રૂમની સહાય લઈને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જુના રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડીને પુન: રાજકોટ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરી હતી.


આ શખ્સે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તા.૨૮ ઓક્ટોબર-૨૦૨૫ના આદેશ મુજબ પેરોલ મુક્તિ મેળવી હતી. તેણે હુકમ મુજબ નિયત સમયમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. આ દરમિયાન ઓપરેશન કારાવાસ અંતર્ગત જેલમાંથી પેરોલ મેળવીને પછી પરત જેલમાં નહીં પહોંચેલા આરોપીઓને શોધી કાઢવા જામનગરના એસ. પી. ડો. રવિ મોહન સૈની ની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ બાતમીદારો પાસેથી બાતમી મેળવી હતી કે, આ આરોપી એક રીક્ષામાં નીકળ્યો છે, જેના આધારે તેને પકડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News