પાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ

  • May 29, 2025 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સાથે 'ઓપરેશન સિંદૂર'માં ભારે માર ખાધા પછી પાકિસ્તાન પર વધુ એક મોટી મુસીબત આવી ગઈ છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સેનાએ હુમલો કર્યો છે. BLAનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેના પાકિસ્તાનની અંદર ઘૂસી ગઈ છે. BLAએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર બોમ્બમારા અને ટેન્કોની તૈનાતી દર્શાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. ત્યાર પછી અફઘાનિસ્તાન તરફથી તાલિબાન આર્મીએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે.


રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાન તરફથી પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો દાવો બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ કર્યો છે. ઘટના પછી બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ વધી ગયો છે અને સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.




પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચાઘીમાં યુદ્ધ
બલુચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ યુદ્ધ પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચાઘી જિલ્લામાં શરૂ થયું છે, જ્યાં પાકિસ્તાન અને તાલિબાન ફોર્સિસ વચ્ચે તીવ્ર ઝપાઝપી ચાલુ છે. બંને પક્ષો વચ્ચે જોરદાર ગોળીબાર શરૂ થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application