ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે, જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા વધીને 265 પર પહોંચી ગઈ છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે હાલ 11 કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં એક 8 મહિનાના બાળકને કોરોના સંક્રમણ લાગતા તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડવાળી જગ્યાઓ ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech