જામનગરમાં વધતા જતા પ્રદૂષણની રાવ વચ્ચે જીપીસીબી દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું

  • December 03, 2025 10:41 AM 

જામનગરમાં વધતા જતા પ્રદૂષણની રાવ વચ્ચે આજે જીપીસીબી દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરાતાં ચાર કારખાનેદારો ગંદુ પાણી છોડતાં પકડાયા હતા.


જેને લઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેની સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ચારેય કારખાનેદારોને સ્થળ પર નોટિસ પાઠવી ગંદા પાણીના સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાવાયા હતા.

 
​​​​​​​

જામનગરની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશીક કચેરીની ટીમ દ્વારા આજે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ખાસ કરીને શિવમ એસ્ટેટના એરિયામાં ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન જુદા જુદા ચાર કારખાનેદારો દ્વારા પોતાના એકમો માંથી ઔદ્યોગિક ગંદુ પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર બહાર ફેંકવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.


દરેડ વિસ્તારમાં જ આવેલી જય મહાદેવ ઇલેક્ટ્રોપ્લેટર્સ, ખોડલ ઇલેક્ટ્રોપ્લેટર્સ, વેવ ઇલેક્ટ્રોપ્લેટર્સ તેમજ એક આનામી કારખાનેદાર કે જેઓ ચારેય દ્વારા પોતાના એકમો માથી કોઈ પણ પ્રકારની પ્રોસેસ, ટ્રીટમેન્ટ વગર ગંદુ પાણી બહાર ફેંકવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News