- બોગસ દસ્તાવેજ પ્રકરણમાં એડી. સેશન્સ કોર્ટનો હુકમ -
ખંભાળિયા તાલુકાના સોડસલા ગામના મૂળ રહીશ ફરીયાદી જ્યોત્સનાબેન રમેશચંદ્ર પુજાણી (હાલ રહે.જામનગર)ના પિતા રેવાશંકર ભટ્ટની સોડસલા ગામે આવેલી જુના રેવન્યુ સર્વે નં. ૧૧૧ વાળી એકર ૬ અને ૧૨ ગુંઠા વાળી જમીન તેમના પિતા ગુજરી જતા તેની વારસાઈ નોંધ તેમના ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓના નામે પાડવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી કિશોરચંદ્ર રેવાશંકર અને અશોકભાઈ રેવાશંકર વિગેરેએ ઉપરોક્ત જમીનમાંથી હક્ક ઉઠાવાની નોંધ દાખલ કરાવી હતી. જે હક્ક ઉઠાવાની નોંધમાં ફરિયાદીની કબુલાત, ૧૩૫ (ડી) નોટીસ વિગેરેમાં ફરીયાદી જ્યોત્સનાબેન અભણ હોવા છતા અને ક્યારેય શાળાએ ગયેલ ન હોય તેમ છતા તેમની સહીઓ કરી, ફરિયાદીનો હક્ક ઉઠાવી લીધો હતો.
ત્યાર બાદ તેમના ત્રણેય ભાઈઓ અશોકભાઈ, કિશોરભાઈ તથા લીલાધરભાઈએ ભાઈઓ ભાગની નોંધ પાડેલ અને આ હક્ક ઉઠાવાની બોગસ નોંધમાં ૧૩૫ (ડી)ની નોટીસ અને કબુલાતમાં ફરીયાદી જ્યોત્સનાબેનની સહીઓ કરી અને હક્ક ઉઠાવી લીધો હતો. જે અંગેની રજુઆતો જ્યોત્સનાબેનએ કરી હતી.
આ પછી અહીંના પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા આરોપી કિશોરચંદ્ર રેવાશંકર ભટ્ટ અને અશોક રેવાશંકર ભટ્ટને ડિલેના સ્ટેજની નોટીસ બજતા તેમણે જ્યોત્સનાબેન અભણ હોય, ક્યારેય શાળાએ ગયા ન હોય, તે જાણતા હોવા છતા આરોપી ચેતન નટવરલાલ પરમાર સોડસલા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય તેમણે ફરીયાદી જ્યોત્સનાબેન સ્કુલમાં ભણ્યા ન હોવા છતા આરોપી અશોકભાઈ અને કિશોરચંદ્ર તેમજ થોડા સમય પૂર્વે અવસાન પામેલા લીલાધર રેવાશંકર ભટ્ટના પુત્રો વિમલભાઈ વિગેરેને ફરીયાદી જ્યોત્સનાબેન ધોરણ 4 સુધી અભ્યાસનો શાળાનો દાખલો કાઢી આપ્યો હતો. જે વાસ્તવમાં શાળાના રજીસ્ટરમાં ક્રમ નં. ૬૫ ઉપર નોંધાયેલ ન હોવા છતા દાખલો કાઢવામાં આવ્યો હતો. તે દાખલાનો આરોપીઓએ ફરીયાદી જ્યોત્સનાબેન ભણેલા હોવાનું સાબિત કરવાના ઉદ્દેશથી આચાર્ય ચેતનભાઈ પરમારે આરોપીને આપ્યો હતો.
જે દાખલો ડીલે અપીલના હેતુથી રજુ થયો હતો અને ફરીયાદી ભણ્યા ન હોવા છતા અને આ દાખલો બોગસ હોય તેથી વિગતવારની ફરીયાદ સલાયા મરીન પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ – ૩૩૬(૨), ૩૩૬(૩),૩૩૭,૩૩૮, ૩૪૦ વિગેરે મુજબનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
આ સાથે સોડસલા પ્રાથમિક શાળાના તત્કાલીન આચાર્ય ચેતનભાઈ નટવરલાલ પરમારએ અહીંની સેશન્સ કોર્ટમાં બી.એન.એસ.ની કલમ ૪૮૨ મુજબ આગોતરા જામીન મળવા અરજી કરી હતી. જેમાં સરકાર પક્ષે તપાસનીસ અધિકારીનું સોગંદનામું તથા કબ્જે કરેલ અરજદાર આરોપીએ કાઢી આપેલો ફરિયાદીનો શાળાનો અભ્યાસનો દાખલો તથા ત્યારબાદ શરતચુકથી આ દાખલો કાઢ્યાનો ખુલાસો આપેલ તે તમામ બાબતો સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની સાવિસ્તૃતની દલીલો ધ્યાને લઈ, અહીંના એડી. સેશન્સ જજ શ્રી એસ.જી. મનસુરીએ આરોપી ચેતનભાઈ નટવરલાલ પરમારની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.
ખંભાળિયા નજીકના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તાર સ્થિત વિજય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્ર ક્રમે રહે છે. હાલના યુવાનોમાં આર્મી ફોર્સ અને પોલીસ જેવા મહત્વના વિભાગોમાં જોડાવા માટે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે વિજય હાઈસ્કૂલમાં કાર્યરત 8 - ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. કેડેટ્સ અને સામન્ય પરિવારમાંથી આવતા આ સંસ્થાના વિદ્યાર્થી સેજલબા જાડેજા બી.એસ.એફ.માં પસંદગી પામ્યા છે અને હાલ તેઓ પશ્ચિમ બંગાળ ખાતે તાલીમ લઈ રહ્યા છે. બીજા એન.સી.સી. કેડેટ્સ બિકિસિંહ રાજપૂત પણ આર્મીમાં ગાર્ડ રેજીમેન્ટમાં પસંદગી પામીને હાલ પંજાબના ભટિંડા ખાતે ફરજ પર છે.
આમ, સામાન્ય પરિવારના બંને વિદ્યાર્થીઓને શાળા-સંસ્થા દ્વારા એન.સી.સી.ના માધ્યમથી યોગ્ય માર્ગદર્શન અને દિશા મળતા તેઓના સપના સાકાર કરી શાળા સંસ્થા, કુટુંબીજનો તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech