જામનગરમાં હવે દિવાળી આવવાને માત્ર નવેક દિવસની વાર છે ત્યારે બજારોમાં રંગબેરંગી આકર્ષક વિવિધ કલરયુકત માટીના, મીણવાળા અને અલગ અલગ અવનવા દિવડાઓનું આગમન થઇ ચુકયુ છે, ગૃહ ઉધોગમાં બહેનો ખાસ કરીને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ઘરની સજાવટ માટે આકર્ષક દિવડાઓ ઘરમાં મુકે છે, દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર છે, જીવનમાં વધુ પ્રકાશ આવે તે માટે લોકો દિવાળીના તહેવાર દરમ્યાન પોતાના આંગણામાં રંગબેરંગી રંગોળી બનાવીને તેના ઉપર આકર્ષક અવનવા દિવડાઓની સજાવટ કરે છે કયાંક બારણાના ગોખલામાં તો કયાંક અગાશીની પાળી ઉપર અને ઘરના મુખ્ય દ્વારા દિવાળીના તહેવારોમાં અવનવા પ્રકાશ પાથરતા દિવડાઓ મુકવામાં આવે છે. ા. 10 થી માંડીને ા. 500 સુધીના અવનવી ભાતવાળા દિવડાઓ બજારમાં ઉપલબ્ધ છે, ગામડાઓમાં તો માત્ર માટીના દિવાનો ઉપયોગ તેલ અને ઘી પુરીને કરવામાં આવે છે પરંતુ હવે તો મીણ જડેલા અને વિવિધ કલરના દિવડાઓ બહારગામથી પણ જામનગર વેચાણ માટે આવી ચુકયા છે. આમ દિવાળી આવે તે પહેલા જ પ્રકાશ ફેલાવતા દિવડાઓનું આગમન થઇ ચુકયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech