જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯ માં પ્રાકટ્ય મહોત્સવનો મંગલ પ્રારંભ

  • October 08, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯ માં પ્રાકટ્ય મહોત્સવનો મંગલ પ્રારંભ

​​​​​​​જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજથી મહામતિશ્રી પ્રાણનાથજીના ૪૦૯ માં ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. મહામતિશ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા જામનગરમાં આયોજિત આ ધાર્મિક સમારોહમાં દેશ-વિદેશના હજારો ભાવિક ભક્તો (સુંદરસાથજી) ઉપસ્થિત રહ્યા છે.

હોત્સવના પ્રારંભ પ્રસંગે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, મહંત શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી ૧૦૮ દીવ્યચૈતન્યજી મહારાજ, શ્રી ૧૦૮ ચંદનસૌરભજી મહારાજ, શ્રી ૧૦૮ સુરેન્દ્રજી મહારાજ, શ્રી ૧૦૮ હરિહરાનંદજી મહારાજ ઉપરાંત જામનગરના મેયર મોનિકા વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણા રુપડીયા, સહિતના સામાજિક અને રાજકીય શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application