ખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર

  • May 23, 2025 12:33 PM 

એલઆઇસી ઓફીસ પાછળ કરાયેલ ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન: ૧૨૦૦ ફુટ જગ્યા ખુલ્લી કરાઇ

દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નાયબ અધિક્ષક ડો.હાર્દિક પ્રજાપતિ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાઇ હતી તેમજ અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામોની તોડપાડ કરવાની કામગીરી શ‚ કરાઇ હતી, જે અનુસંધાને ત્રણ દિવસ પહેલા સલાયામાં પણ ૬ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડાયા હતાં તેમજ ગઇકાલે ખંભાળીયામાં અસામાજીક તત્વ અકબર ઉર્ફે હકો અલીમામદ બ્લોચ દ્વારા ખંભાળીયાના એલઆઇસી ઓફીસ પાછળ ગેરકાયદે બાંધકામ કરાયું હતું જે બાંધકામ ખંભાળીયા પોલીસ દ્વારા ડીમોલીશન કરાયું હતું તેમજ સર્વેલન્સ કોડ, ખંભાળીયા પોલીસ, ફાયર વિભાગ, પીજીવીસીએલ, ખંભાળીયા મામલતદાર સ્ટાફ તેમજ ખંભાળીયા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. 


પોલીસ મહા નીરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક દેવભુમિ દ્વારકા નીતેશ પાંડેય તેમજ ડીવાયએસપી ડો.હાર્દિક પ્રજાપતિ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે.સરવૈયા દ્વારા ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવા પીએસઆઇ ડી.એ.વાળા તથા યુ.કે.જાદવ, વી.આર.વસાવાની ખાસ અલગ-અલગ ટીમો બનાવી અસામાજીક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગઇકાલે બપોર બાદ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા અસામાજીક તત્વો અકબર ઉર્ફે હકો આલીમામદભાઇ બ્લોચ (રે.એલઆઇસી ઓફીસની પાછળ-ખંભાળીયાવાળા) જેના વિ‚ઘ્ધ લુંટ, ચોરી, હથીયારધારા, મારામારી તથા પ્રોહીબીશનના ગુનાઓ જાહેર થયેલ હોય જેને ખંભાળીયા એલઆઇસી ઓફીસ પાછળ સરકારી જમીન આશરે ૧૨૦૦ સ્કવેર ફુટ જગ્યા કિં.‚ા.૯ લાખમાં ગેરકાયદેસર દબાણ કરી બે માળનું રહેણાંક મકાન બનાવેલ હોય જે દબાણનું ડીમોલીશન કરી સરકારી જમીન ખુલી કરી કાયદેસરની કાર્યવાહી કરતી ખંભાળીયા પોલીસ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application