ભાણવડ તાલુકા શાળા નંબર-૩ (ક્ધયા શાળા) માં ઇંગ્લીશ વિભાગમાં શિક્ષકોની ભરતી મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો વૈકલ્પિક વ્યવસ્થા બાદ અંત આવ્યો છે, આ તકે રાજ્યના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહી નવા સત્રથી કાયમી શિક્ષકોની ભરતી કરાશે તેવી ખાત્રી ઉચ્ચારી પારણાં કરાવ્યા હતા.
ભાણવડમાં ક્ધયા શાળામાં અંગ્રેજી મીડીયમ વિભાગમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને ચાલુ સત્રમાં જ છૂટા કરાયા બાદ બાળકોને અભ્યાસ બગડી રહ્યો હતો, આ મુદ્દે વાલીમંડળે તાલુકા સેવા સદન સામે ઉપવાસ આંદોલન શરુ કર્યું હતું, તેમજ શિક્ષકોની ભરતી કરવા સરકારી તંત્રને અસરકારક રજૂઆત કરી હતી.
ત્યારે આ બાબતે ભાણવડ-ખંભાળીયાના ધારાસભ્ય અને રાજ્યના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુર સહિત શિક્ષણ ખાતાના સત્તાવાળાઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ, વિદ્યાર્થીનો અભ્યાસના બગડે એ માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરી હતી, બાદમાં નવા સત્રથી ઇંગ્લીશ મીડીયમ વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી કરાશે, એવી વાત કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવતાં ઉપવાસ આંદોલન સમેટાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્લામ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદ રહેશે જ
May 05, 2025 12:01 PMલેડી ગાગાના કોન્સર્ટમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું, 2 આરોપીની ધરપકડ
May 05, 2025 11:59 AMગઢડા ગામમાં લાઇબ્રેરીનું ઉત્સાહભેર ઉદ્ઘાટન
May 05, 2025 11:59 AMખંભાળીયા તાલુકાના બેહ ગામે વાછરાભાના નવમા વાર્ષિક પાટોત્સવમાં હજારો ભાવિકો ઉમટ્યા
May 05, 2025 11:57 AMધર્મેન્દ્રને ગંદી મજાકની ખુબ ટેવ હતી:શર્મિલા
May 05, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech