૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ

  • May 15, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ પાસેથી બે ટેન્કર અને છ સ્ટોરેજ ટેંકમાં એક કરોડથી વધુ રકમના ઝડપાયેલા ગેરકાયદે બાયોડીઝલ સહિતના મુદામાલના ગુનામાં શરતોના ઉલંઘન બદલ ભરત રામાણીના આગોતરા જામીન રદ કરાવવાની સરકારની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

આ કેસની હકીક્ત મુજબ, રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર માલિયાસણ પાસે ભરત વશરામભાઈ રામાણીના મારુતિ પેટ્રોલિયમ લખેલ વંડામાં ક્રાઈમ બ્રાંચે રેડ કરી રૂા.૧,૦૮ કરોડનો બાયો ડીઝલ, ૬ ટેંકો, બે ટેન્કરો, જનરેટર, ઈલેકટ્રીક મોટર, હાઈડ્રોમીટર, મોબાઈલ ફોન, ડી.વી.આર. મળી કુલ રૂા.૧,૪૦ કરોડનો મુદામાલ સીઝ કરી કાઈમ બ્રાંચના પી.એસ.આઈ. ડી.સી. સાકરીયા જાતે ફરીયાદી બની સાત આરોપીઓ વીરૂધ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો. તેમાં પોલીસ ધરપકડની દેહસતથી ભરત રામાણીએ કરેલી આગોતરા જામીન અરજી શરતોને આધીન સેશન્સ અદાલતે મંજુર કરી હતી. બાદ શરતોનો ભંગ થતો હોવાની તકરાર સાથે જિલ્લા સરકારી વકીલ દ્વારા સેશન્સ અદાલતમાં ભરત રામાણીના આગોતરા જામીન નામંજૂર કરવા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ભરત રામાણીના એડવોકેટ સુરેશ ફળદુએ એવી રજૂઆત કરેલી કે એકવાર અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હોય ત્યારે જામીન યાંત્રિક રીતે રદ થઈ શકે નહીં, જ્યાં સુધી કોઈપણ સુપરવેનિંગ સંજોગોમાં તે રેન્ડર થયું છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના મિકેનિકલ મેનરથી જામીન રદ થઈ શકે નહીં, આ સંબંધે હાઇકોર્ટ તથા એપેક્ષ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો ઉપરાંત રજૂ રાખેલ દસ્તાવેજી પુરાવો લક્ષ લેતા આરોપીને પોલીસે પાઠવેલી નોટિસનો યોગ્ય ખુલાસો કરેલ હોવા છતાં તે હકીકતો લક્ષમાં લેવામાં આવેલ નથી તેવી, દલીલો રજૂઆતો બાદ અદાલતે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની સરકારની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વી૨ડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, ની૨વ દોંગા, કેતન પ૨મા૨, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application