અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગેના પોતાના નિવેદનથી યુ-ટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી નથી, પરંતુ મેં મદદ કરી છે.
ટ્રમ્પે કહ્યું, હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ વધુ ભયાનક બની શકી હોત. બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું અને સમાધાન કરી લીધું.'
ટ્રમ્પે 10 મેના રોજ ટ્વીટ કરી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. બંને દેશોને શાણપણ બતાવવા બદલ અભિનંદન.
તેમણે વધુમાં કહ્યું, "તેઓ (ભારત-પાકિસ્તાન) છેલ્લા 1000 વર્ષથી લડી રહ્યા છે. મેં કહ્યું કે હું સમાધાન કરી શકું છું. અને મેં સમાધાન કરાવ્યું. મેં કહ્યું કે મને સમાધાન કરવા દો. ચાલો બધા એકસાથે આવીએ. તમે હજાર વર્ષથી લડી રહ્યા છો અને ક્યાં સુધી લડતા રહેશો? મને કરાર વિશે વિશ્વાસ નહોતો. આ ખૂબ જ મુશ્કેલ હતું. તેઓ ઘણા સમયથી લડી રહ્યા હતા. આ ખરેખર કાબુ બહાર જવાનું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech