ખંભાળિયા વિધાનસભા વિસ્તારના બુથ લેવલ ઓફિસરોને સન્માનિત કરાયા

  • November 25, 2025 05:53 PM 


મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૮૧ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ.ને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેર કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલના સમયગાળામાં હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ પરત લેવાની અને તેને ઓનલાઈન ડીજીટાઇઝડ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી બુથ લેવલ ઓફિસર્સ મારફત કરવામાં આવે છે. આથી, એસઆઇઆરને ઝડપી અને સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે તેમના મતદાન મથકોના મતદારોની સંખ્યાને આધારે કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ હોય તેવા બુથ લેવલ ઓફિસર્સને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મદદનીશ નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.કે.કરમટા દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું. 

​​​​​​​


જેમાં ૮૧ વિધાનસભા મતવિસ્તારના ગોઇંજ - ૨ બી.એલ.ઓ વઘોરા દેવેન્દ્રભાઈ, આસોટા નાના- ૨ બી.એલ.ઓ જલ્પાબેન કુબાવત, અજાડ ટાપુના બી.એલ.ઓ ડી.જે.છૈયા, વિસોત્રી કોઠા-૧ના બી.એલ.ઓ  લગધીરભાઇ ગોજીયા, વિસોત્રી કોઠા-૨ના બી.એલ.ઓ ચંદ્રેશ રાઠોડ, હર્ષદપુર-૪ના બી.એલ.ઓ બરાઇ નિલેશ, રામનગર-૧ના બી.એલ.ઓ  બોઘાભાઈ કરમુર, ખજૂરિયાના બી.એલ.ઓ સરવડીયા વિશાલ, મોવાણ-૪ના બી.એલ.ઓ રમેશભાઈ કરંગિયા, ભટ્ટગામના બી.એલ.ઓ ભાટિયા ખીમાભાઇ, કંડોરણાના બી.એલ.ઓ વિક્રમભાઈ નંદાણીયા, બજાણા-૧ના  બી.એલ.ઓ રામશીભાઈ પિઠીયા, ઠાકર શેરડી-૧ના બી.એલ.ઓ ચાવડા ભરતભાઈ,  ઠાકર શેરડી-૨ના બી.એલ.ઓ ભરતભાઈ કરમુર અને કોટડીયા બી.એલ.ઓ ઝાંઝી ગાગીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News