કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો

  • December 14, 2024 07:29 PM 

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામગૃહ નિર્માણ, મત્સ્યઉદ્યોગ તથા ગ્રામવિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ ટેકાના ભાવે થઈ રહેલ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી, આવક, નોંધણી, ખેડૂતોને ચૂકવાતી રકમ વગેરે અંગે વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ અંગે ખેડૂતો સાથે વાતચીત કરી હતી.  ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.૧૪૮૦ પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી ૧૩૭૧ ખેડૂતોને ફોન કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. 

મંત્રીની આ મુલાકાતમાં તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા,અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, કુમારપાળસિંહ રાણા, પ્રવીણસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application