હાલારના વાડીનાર સીંગચ ગામના રઘુવંશીઓ દ્વારા તા.8-11-24નાં શુક્રવાર જલારામ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં જલારામ બાપાના મંદિરે સવારે મહાઆરતી કરવામાં આવી હતી. તેમાં રઘુવંશી સમાજના આગેવાનો તથા જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઘ્વજારોહણ, ગાયત્રીયજ્ઞ તેમજ બપોરે 12 કલાકે સમસ્ત રઘુવંશી તેમજ હિન્દુ પરિવારનું સમુહ ભોજન રાખવામાં આવ્યું હતું.
વાડીનાર સીંગચ, જાખર, જામનગરના ગ્રામજનો, અગ્રણીઓ, તેમજ રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં વાડીનાર પોલીસ સ્ટાફ, વાડીનાર નરારા ટાપુના ફોરેસ્ટ અધિકારીઓ જયરાજસિંહ, વાડીનાર કોસ્ટ ગાર્ડના નિલેશભાઇ માનસતા, હસમુખભાઇ, નકુમભાઇ, વાડીનાર ભારત પેટ્રોલીયમના અધિકારી સુનિલપ્રસાદ તેમજ સ્ટાફ, બાયફ સંસ્થાનાં અધિકારીઓ તેમજ વાડીનારના અગ્રણીઓ સી.આર. જાડેજા, ડો.અબ્બાસ સંધાર, સંજયસિંહ, સીંગચ ગામના સરપંચ, જાખર ગામના પી.આર. જાડેજા તેમજ ગ્રામજનો દ્વારા પ.પૂ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 225ની જન્મજયંતિ ઉજવવામાં આવી. જેમાં લોહાણા સમાજ પ્રમુખ બાબુલાલભાઇ ભીમજીભાઇ બદીયાણી, ઉપપ્રમુખ જગદીશભાઇ દતાણી, કીરીટભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાત્રીના ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમસ્ત સીંગચ ગામ તથા આજુબાજુના ગ્રામવાસીઓને ભજનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech