યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા તેમજ નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા માટે say no to drugs મિશન અંતર્ગત ફરી માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક ઇસમને રાજકોટ SOG પોલીસે પકડી પાડ્યો છે.
હેરોઈનના જથ્થાની કિંમત રૂ.3,67,600
શહેરના જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નંબર 4 ના ખૂણે વોકળા પાસે અયાન મંઝિલ મકાનની બહાર જાહેરમાં માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે શાહરુખ ઉર્ફે ડોનું અમીનભાઈ વિકયાણી નામના ઈસમને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. શાહરૂખ પાસેથી રૂ.3,67,600ની કિંમતનો 73.520 ગ્રામ હિરોઈનના જથ્થાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા માદક પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ વેચાણ તથા સેવન કરનાર સામે કડક કાર્યવાહી કરવા એસીપી ક્રાઈમ બી.બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પી.આઈ એસ.એમ. જાડેજા અને એન.વી. હરિયાણીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને મળેલી સચોટ બાતમીના આધારે જંકશન ગાયકવાડી શેરી નંબર 4 ના ખૂણે વોકળા પાસે અયાન મંઝિલ નામના મકાનમાં રહેતા શાહરૂખ ઉર્ફે ડોનું અમીનભાઈ વિકયાણી(ઉ.વ 29) ને તેના ઘર પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ તેની અંગજડતી લેતા તેની પાસેથી રૂપિયા 3,67, 600 ની કિંમતનું 73.520 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેથી પોલીસે હિરોઈનનો આ જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં શાહરૂખને હિરોઈન રાજસ્થાની શખસ આપી જતો હોવાનું તેણે કબૂલ્યું હતું. આ પ્રકારે આ ત્રીજી વખત રાજસ્થાની શખસ માલ આપી ગયાનું જણાવ્યું હતું. આરોપી પડીકી બનાવી નક્કી કરેલા ગ્રાહકોને આ માલ વેચતો હતો પોલીસ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાની શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. હિરોઈન સાથે ઝડપાયેલ શાહરૂખ સામે અગાઉ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉછીના 6 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થતા અધ્યાપકને ૧ વર્ષની કેદ
May 21, 2025 02:44 PMડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં વધુ રાહત મેળવવાની અપીલમાં સેશન્સ દ્વારા ઢીલ માફ
May 21, 2025 02:39 PMજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech