આ અંગેની હકીકત મુજબ, વિજયભાઈ પ્રભાતભાઈ જળુ (રહે. ભીચરી) પાસેથી દર્શન કોલેજના અધ્યાપક ઈનવીનકુમાર ઈથીરાજન (રહે. રાજકોટ)એ મિત્રતાના દાવે ₹ ૬ લાખ હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ અમુક સમય પછી વિજયભાઈએ રૂપિયા પાછા માગતા ઇનવિનકુમારે રકમ પરત કરવા ₹ 6 લાખનો ચેક આપ્યો હતો. વિજય જળુએ એ ચેક પોતાની બેંકમાં રજૂ કરતા સદરહુ ચેક ફન્ડ ઈન્સફિસીયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી વિજયભાઈએ પોતાના એડવોકેટ મારફત ઇનવીનને લીગલ નોટીસ આપેલ છતાં તેણે ચેકની રકમ ચુકવેલ ન હોય, વિજય જળુએ ઇનવીનકુમાર ઇથીરાજન સામે અદાલતમાં સમય મર્યાદામાં કેસ ફાઈલ કર્યો હતો.
સદરહુ કેસમાં કોર્ટમાં ફરિયાદી દ્વારા આરોપીએ આપેલ અસલ ચેક, રિટર્ન મેમો, લીગલ નોટીસ તેમજ નોટીસ બજ્યાની પહોંચ, વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા હતા. ત્યારબાદ બંને પક્ષ દ્વારા વિગતવારની લેખીત દલીલ રજૂ કરવામાં આવેલ અને ગુજરાત હાઈકોર્ટ તેમજ ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજુ કર્યા હતા. તમામ દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈ અદાલતે આરોપી દર્શન કોલેજના અધ્યાપક ઇનવિનકુમાર ઇથીરાજનને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર પેટે ચુકવી દેવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદ પારેખ, નીતેશ કથીરીયા, વીજય પટગીર, જીતેન્દ્ર ધુળકોટીયા, હર્ષિલ શાહ, ચીરાગ શાહ, રવીરાજ વાળા, રૂત્વીક વધાસીયા, સંજય મેરાણી, મિહીર શાહ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech