રાજ્યમાં પોલીસનો કેટલો ભય છે એ ધારીના ધારગણી ગામના બનાવમાં સામે આવ્યું છે. ચલાલાના પીઆઈએ ગુનાના આરોપીને તપાસ માટે ફોન કરતા શખસે પીઆઇને ગાળોભાંડી ફોનમાં ધમકી આપી હતી. પોલીસ અધિકારીને જો ગાળો ભાંડી અને ધમકી આપવામાં આવતી હોય તો આમ જનતા આવા લુખ્ખાઓથી કેટલી ફફડતી હશે એ પોલીસના પ્રજા રક્ષણ સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ચલાલા પોલીસ મથકમાં તા.30ના મૂળ ઉનાના માણેકપુર ગામના અને હાલ ધારીના ધારગણી ગામે કેરીના બગીચાનો હિજારો રાખનાર કાનાભાઇ નાનજીભાઈ શિયાળને ધારીના ધારગણી ગામના ધીરુ ઉર્ફે ઘૂઘા રામકુ વાળાએ ધમકી આપી કહ્યું હતું કે, અમારા વિસ્તારમાં બગીચો રાખવો હોય તો મને લાખ રૂપિયા આપવા પડશે નહિતર તને અને તારા પુત્રને જાનથી મારી નાખીસ તું મને ઓળખતો નથી. આ અંગે કાનાભાઇએ ચલાલા પોલીસ મથકમાં શખ્સ ખંડણી માગતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધીરુ ઉર્ફે ઘૂઘા વાળા સામે ગુનો નોંધી શખ્સની અટકાયત માટે પોલીસ સ્ટાફ ઘરે ગયો હતો ત્યારે ઘુઘો વાળા હાજર મળી ન આવતા અરજદારને જે ધમકી આવતી હતી એ ફોન નંબરમાં પીઆઇ વસૈયાએ ફોન કરતા બે વખત ફોન ઉપાડ્યો ન હતો અને ત્રીજી વખતે ફોન ઉપાડ્યા બાદ પીઆઈ વસૈયા તરીકે ઓળખ આપી હોવા છતાં ઘૂઘા વાળાએ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પીઆઇએ પોતે ફરિયાદી બની ફરજ રુકાવટનો ગુનો નોંધી શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન તેજ કર્યા છે. ત્યારે પોલીસ અધિકારીને ધમકી આપનાર શખ્સનો વરઘોડો નીકળે છે કે કેમ એ જોવું રહયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ; કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલ્ટીના ૧૭૬ કેસ
May 05, 2025 02:58 PMરિક્ષા ચાલકની લુખ્ખી દાદાગીરી: હોર્ન વગાડતા એસ.ટી.ડ્રાઈવર-કંડકટર ઉપર છરી-ધોકાથી હુમલો
May 05, 2025 02:51 PMએસટીના નિવૃત કંડક્ટરની નવા પગાર ફિક્સેશનની અરજી લેબરકોર્ટે ફગાવી
May 05, 2025 02:40 PMએડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ નજર પર રાખો: આવકવેરા વિભાગે જારી કર્યો આદેશ
May 05, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech