મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

  • December 15, 2024 02:09 PM 

@ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું


ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.


મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યોસર્વ દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડેપ્યુટી મેયર કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ નાખવા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application