લાલપુર તાલુકામાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કારણ કે, વધુ બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આથી પોઝીટવ કેસનો આંકડો ચાર પર પહોચ્યો છે. હજુ એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. જો કે, ગઇકાલે વધુ કોઇ શંકાસ્પદ કેસ નોંધાયા નથી. શહેર બાદ જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે.
જામનગર શહેરમાં કોલેરાના ૨૦ થી વધુ કેસ નોંધાયા બાદ જિલ્લામાં કોલેરાએ માથું ઉચકયું છે. પ્રથમ નાઘેડી અને બાદમાં લાખબાવળમાંં કોલેરાના પોઝીટીવ કેસ નોંધાયા હતાં. બીજી બાજુ લાલપુરમાં સોમવારે કોલેરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આથી તમામ દર્દીને સારવાર અર્થે સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતાં. જેમાંથી એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છેે જયારે અન્ય ચાર દર્દીના રીપોર્ટ બાકી હતાં. જે પૈકી એક મહીલાનો રિપોર્ટ બુધવારે પોઝીટીવ આવ્યો હતો. જયારે ગુરૂવારે એક સગર્ભા મહીલા અને પ્રૌઢાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી કોલેરા પોઝીટીવ કેસનો આંકડો વધીને ચાર પર પહોંચ્યો છે. હજુ એક દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલ તમામ દર્દી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે.
લાલપુર તાલુકામાં કોલેરાના પોઝીટીવ કેસ વધીને ૪ થતાં તંત્ર દ્રારા પાણીના કલોરીનેશન સહીતની કામગીરી યુઘ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. કોલેરાનો રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્રારા ડોર ટુ ડોર સર્વે, જાગૃતિ પત્રીકાનું વિતરણ, કલોરીન ટેબલેટનું વિતરણ સહીતની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર બાદ જિલ્લામાં કોલેરાનો રોગચાળો વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ તો ગ્રામજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application