જામનગર ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બચુભાઈ મંગી કે જેઓ જામનગરની ધી. ઓરીએન્ટલ ઈન્શ્યુરન્સ કું. લી. ની મેડીકલેઈમ પોલીસી ધરાવે છે તેમણે ૨૦૨૪-૨૦૨૫ માટે ૩,૦૦,૦૦૦ નો વિમો લીધેલો. પોલીસીના ગાળામાં જીતેન્દ્રભાઈને શારીરીક વજનમાં વધારો થતાં ગેસ્ટ્રીક બાયપાસનું ઓપરેશન કરાવી સારવાર લેવામાં આવેલ જે બાદ હોસ્પિટલ સારવારનો કુલ ખર્ચ ૨,૮૬,૧૩૯ થયેલ જે સંબંધે સામાવાળા વીમા કંપની પાસે કલેઈમ નોંધાવવામાં આવેલ. કલેઈમ નોંધાવ્યા બાદ સામાવાળા દ્રારા ફરિયાદીએ કરાવેલ ઓપરેશનનો વીમા કંપનીની શરતો મુજબ સમાવેશ થતો નથી અને આ કલેઈમ ચુકવવા પાત્ર થતો નથી તેવા કારણસર કલેઈમ રદ કરેલ જેથી જીતેન્દ્રભાઈ દ્વારા જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે ફરીયાદ ચાલી જતા ફરિયાદીની ફરીયાદમાં ૨,૮૬,૧૩૯ માંથી ૧૦ ટકા રકમ કો-પેયના બાદ કરી બાકીની રકમ વાર્ષિક ૬ ટકા વ્યાજ સહિત ચુકવી આપવા તથા ખર્ચના ૫,૦૦૦ ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ.
જામનગરના ડો.નિમેષ સૂર્યકાન્તભાઈ પારેખ દ્વારા જામનગરની ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કું. લી. ની સને ૨૦૨૩-૨૦૨૪ ની મેડીકલેઈમ પોલીસી લેવામાં આવેલ. આ પોલીસીનાં સમયગાળા માં ડો.નિમેષ પારેખને બીમારી થતાં જેની સારવાર મુંબઈ ખાતે લેવામાં આવેલ. અને ઓપરેશન વિગેરેની સારવાર કરાવવામાં આવેલ. આ સારવારમાં ડો.નિમેષને કુલ ૪,૩૯,૧૪૭ નો ખર્ચ થયેલ જે ખર્ચ અંગેના બીલો સાથે કલેઈમ ફોર્મ વિગેરે સામાવાળા વીમા કંપનીમાં રજુ કરવામાં આવેલ જે બાદ વીમા કંપની દ્વારા કોઇપણ જાતનાં કારણ વગર ૧,૬૮,૧૦૫ કાપી બાકીની રકમ ૨,૭૧,૪૦૨ ચુકવવામાં આવેલ જેથી કપાત થયેલ રકમ માટે વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે ફરીયાદ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા સામાવાળા એ ફરીયાદીને કપાત કરેલ રકમ ૧,૬૪,૭૭૪ વાર્ષિક ટકા સાદા વ્યાજ સહિત તથા ૭,૦૦૦ ખર્ચ તથા દુઃખ - ત્રાસના ચુકવવાનો આદેશ કરેલ છે.
જાહિદભાઈ સતારભાઈ ગલારીયા કે જેઓ ધ્રોલ મુકામે રહે છે. અને આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યુરન્સ કંપની લીમીટેડની મેડીકલેઈમ વીમા પોલીસી ધરાવે છે જે સને ૨૦૨૪-૨૦૨૫ ની લેવામાં આવેલ આ પોલીસીની સમયગાળામાં જાહીદભાઈને બીમારી થતાં દીલાવર્સ હોસ્પિટલ ખર્ચ ૧,૦૮,૨૪૨ નો થયેલ જેનો કલેઈમ સામાવાળા સમક્ષ નોંધાવવામાં આવેલ જે બાદ સામાવાળા દ્રારા ૫૮,૨૪૨ કાપી અને ૫૦,૦૦૦ ડાયરેકટ ખાતામાં જમાં આપવામાં આવેલ જેથી જાહિદભાઈ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવતાં ફરીયાદ મંજુર કરવામાં આવેલ અને વીમા કંપનીએ ફરીયાદીને કપાત કરેલ રકમ ૫૮,૨૪૨ વાર્ષિક ૬ ટકા વ્યાજ તથા ૭,૦૦૦ ચુકવી આપવા હુકમ કરેલ છે.
ભાવિનભાઈ આર. શાહ કે જેઓ જામનગર ખાતે રહે છે. અને ધી. નેશનલ ઇન્શ્યોરન્સ કું. લી. ની મેડી કલેઈમ પોલીસી ધરાવે છે. આ પોલીસી સને ૨૦૨૩ ૨૦૨૪ ની હતી આ પોસીલીના સમયગાળામાં ભાવિનભાઈને મોતીયાના ઓપરેશન માટે ઓમ આઈ હોસ્પિટલમાં જામનગરમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર કરવવામાં આવેલ. આ સારવારમાં કુલ ૮૨,૯૪૮ નો ખર્ચ થયેલ જેનો કલેઈમ ફોર્મ સાથે વીમા કંપની પાસે રજુ કરવામાં આવેલ જે બાદ વીમા કંપની દ્વારા ૩૦,૦૦૦ ડાયરેક બેંકમાં જમાં આપવામાં આવેલ જયારે પ૨,૯૪૮ ખોટી રીતે કાપી લેવામાં આવેલ જેથી ફરિયાદી ભાવિનભાઈ દ્વારા જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ફરિયાદી ચાલી જતા ફરિયાદીની ફરીયાદ મંજુર કરી પ૨,૯૪૮ વાર્ષિક ૬ ટકા વ્યાજ તથા ૭,૦૦૦ દુ:ખ - ત્રાસ તથા ખર્ચના મંજુર કરવામાં આવેલ. ઉપરોકત ચાર ફરીયાદમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech