રાજ્યભરમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન અશાંતિ સર્જવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથના યુવાનો સામસામે આવી ગયા હતા. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી અન્ય ધર્મના કેટલાક યુવાનો પસાર થઈ રહ્યા હતા. હોલિકા દહનની વિધિમાં અડચણ ન આવે તે માટે ત્યાં હાજર હિન્દુ યુવાનોએ આ યુવકોને સાઈડમાં ખસીને ચાલવા અથવા જગ્યા આપવા માટે જણાવ્યું હતું.
આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત વણસતા મામલો ગરમાયો હતો અને બંને જૂથના યુવાનો સામસામે આવી ગયા હતા. આ અચાનક સર્જાયેલા ઘર્ષણને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકો અને પોલીસની કામગીરી
ઘર્ષણ શરૂ થતા જ આસપાસના જવાબદાર નાગરિકો અને વડીલો તુરંત વચ્ચે પડ્યા હતા. સ્થાનિકોએ સમજાવટથી બંને પક્ષના યુવાનોને છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું.
ઘટનાની ગંભીરતા જોતા DCP હેતલ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસની કાર્યવાહી
DCP હેતલ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવતીપરામાં હોલિકા દહન વખતે રસ્તેથી પસાર થવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મામલો શાંત પાડ્યો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર 3 જેટલા યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
હાલમાં પોલીસે અટકાયત કરાયેલા યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભગવતીપરા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
