જામનગરમાં ઠંડી યથાવત: તાપમાન ૧૬.૫ ડીગ્રી

  • December 03, 2025 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી ઠંડી પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી ઠગારી નિવડી છે, આજે પણ લઘુતમ તાપમાન ૧૬.૫ ડીગ્રીએ પહોંચ્યું છે એક જ વખત તાપમાન ૧૨ ડીગ્રી થયું હતું, ત્યારબાદ ૧૯ થી ૨૦ ડીગ્રી થઇ ગયું હતું, સવાર અને સાંજ આછેરી ઠંડી રહે છે, પરંતુ બપોરના ૧૧ થી ૫ દરમ્યાન હજુ પણ ગરમીનો માહોલ જોવા મળે છે તે ચિંતાજનક છે. 


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી. છેલ્લા અઠવાડીયા પહેલા ઠંડીનો પારો ૧૩ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.
​​​​​​​

દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ધીરે-ધીરે ઠંડી પડતી નથી, આ વખતે માવઠુ થયા બાદ આખુ ઋતુ ચક્ર બદલાઇ ગયું છે, જો કે તજજ્ઞો હજુ પણ કહે છે કે, ડીસેમ્બરમાં હજુ એક વાર માવઠુ થશે, છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, શિયાળાની મુદત કદાચ વધે તેવી શકયતા છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News