ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરે આજે યોજાયેલા ખાસ ઝુંબેશના કેમ્પ દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લીધી હતી અને BLOs દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સાથે જ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી મતદાર નોંધણી અધિકારીઓ તથા બુથ લેવલ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેકટર ઠક્કરે લાલપુર તાલુકાના હરિપર તથા દરેડ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને સ્થળ પર હાજર મતદાર નોંધણી અધિકારીઓ પાસેથી મતદાર સુધારણા કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન કલેકટર ઠક્કરે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની, ખાસ કરીને યુવા મતદારો અને વંચિત સમુદાયના મતદારોની વિગતો મેળવવાની અને તેમની નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે સુનિશ્ચિત થવી જોઈએ તથા કોઈપણ પાત્ર નાગરિક બાકી ન રહે તેની કાળજી લેવી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાનું આ રાષ્ટ્રીય કાર્ય મહત્ત્વનું હોવાથી તમામ પડતર અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને સંપૂર્ણ કામગીરી સત્વરે અને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને તટસ્થતા જળવાઈ રહે તે અંગે ખાસ કાળજી લેવા જણાવ્યું હતું.
કલેકટરની આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર સહિતના અધિકારીઓ જોડાયા હતા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાડૂઆતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આવું નહીં કરો તો 1,00,000નો ભારે દંડ થઈ શકે છે
March 09, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
