ગુજરાતના જાણિતા હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુએ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમના ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. બપોર પછી જામનગરમાં તેના નિવાસસ્થાન મંગલમબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં જાણિતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
તેમણે કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવદેહને જામનગર લાવવામાં આવ્યો હતો. આજે સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.
હાસ્યની દુનિયામાં જાણીતું નામ એટલે વસંત પરેશ બંધુ. તેની જોક્સ કહેવાની સ્ટાઈલ બીજા કલાકાર કરતાં અલગ જ હતી. ભંગીર મુદ્રામાં જોક્સ કહેતા લોકો હાસ્ય રોકી શકતા ન હતાં અને તેના કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફળી વળતું હતું. પ્રોગ્રામની શરૂઆત શાયરીથી કરતા અને પછી નવા નવા જોક્સ સંભળાવી શ્રોતાને હસાવી હસાવી લોથપોથ કરી દેતા. પત્ની ઉપર વધારે જોક્સ કરતા હતા. આ હાસ્યના જાદુગર વસંત પરેશ હવે પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા છે.
પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા હતા. આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર-મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછુ વાળીને જોયું નથી.
કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા. ગુજરાતના મોટા ગજાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખૂબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીન ભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, ચીકુ ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મિત્ર બની ગયા હતા.
તેઓ ‘બંધુ’ના ઉપનામથી વધારે જાણિતા હતા. છેલ્લા થોડા વરસોથી બિમારીના કારણે ધીમે ધીમે કાર્યક્રમોથી અલિપ્ત થયા હતા અને અંતે સૌને રડતા મૂકીને આજે તેમણે વિદાય લઈ હાસ્યરસની વસંતને પાનખરમાં ફેરવી નાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech