અગાઉની માથાકુટનો ખાર રાખી શખ્સો તુટી પડયા : યુવાનને પગમાં ફ્રેકચર
જામનગરના ઘાંચીની ખડકી વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરવાના પ્રકરણમાં ચાર શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. અગાઉની માથાકુટનો ખાર રાખીને યુવાનને રસ્તામાં આંતરી પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી. ફરીયાદના આધારે આરોપીઓની શોધખોળ આદરવામાં આવી છે.
જામનગરના ખોજા ગેઇટ વિસ્તારમાં આવેલ સોઢાવાડી રોડ ખાતે રહેતા વેપાર કરતા શાકીબ બશીરભાઇ વહેવારીયા (ઉ.વ.35) નામના યુવાનને 5-6 મહિના પહેલા શાહીદ ખફી સાથે ફરીયાદીની ભાણેજને હેરાન પરેશાન કરતો હોય એ બાબતની જાણ થતા આરોપીને સમજાવવા જતા સામાન્ય બોલાચાલી થઇ હતી.
ત્યાર બાદ આગેવાનો દ્વારા સમાધાન થઇ ગયેલ પરંતુ એ જુની વાતનો ખાર રાખીને તા. 22ના ઘાંચીની ખડકી પાસે આરોગ્ય કેન્દ્રની બાજુના રોડ પર ફરીયાદી શાકીબભાઇને રસ્તામાં રોકી આરોપીઓએ પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી ફરીયાદીને પગમાં ફ્રેકચર અને શરીરે મુંઢ ઇજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો જયારે આરોપીઓ હુમલો કરીને નાશી છુટયા હતા. દરમ્યાન આ બનાવ અંગે શાકીબભાઇ વહેવારીયા દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં જામનગરના ટીટોડી વાડીમાં રહેતા શાહીદ ઇમ્તીયાઝ ખફી અને તેની સાથેના 3 અજાણ્યા ઇસમ આ ચારની વિરૂઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકીઓ ઠાર
May 22, 2025 02:38 PMશેર ટ્રેડિંગમાં રોકાણમાં 18.90 લાખની છેતરપિંડીના આરોપીના આગોતરા મંજૂર
May 22, 2025 02:34 PMખંભાળિયામાં તંત્ર દ્વારા કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો ઉપર ફેરવાયું બુલડોઝર
May 22, 2025 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech