ખંભાળિયા નજીક આવેલા દલવાડી હોટલ પાસેની ઝૂંપડપટ્ટી ખાતે મૂળ જામનગર તાલુકાના સિક્કા ગામના ચીનુભાઈ નાગજીભાઈ સોલંકી નામના 30 વર્ષના શ્રમિક યુવાન તેની પોતાના પિતાના ઘરે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવતા અહીં રહેલા ફરિયાદી ચિનુભાઈના સાળા અરુણ મનસુખભાઈ અને મહેશ મનસુખભાઈએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, લાકડાના ધોકા વાડે ઈજાઓ પહોંચાડી હતી.
આમ, આરોપી સાળાઓ દ્વારા પોતાના બનાવીને ફ્રેકચર કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 323, 504, 506(2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયા અને કલ્યાણપુરમાં બાઇક ચોરીના બે બનાવ નોંધાયા
ખંભાળિયા - જામનગર માર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીના ગેટ પાસે પાર્ક કરવામાં આવેલું રૂપિયા 15 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કુમારસિંહ ધીરુભા સોઢાએ અહીંની પોલીસમાં નોંધાવી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અમિતભાઈ ભીમશીભાઈ ધ્રેવાડા નામના 33 વર્ષના યુવાને ક્રિષ્ના ગેસ્ટ હાઉસની નીચેના ભાગમાં રાખેલું રૂપિયા 15,000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કોઈ અજાણ્યા શખ્સો હંકારી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
ભાણવડમાં પોરના નાકા વિસ્તારમાં હાલ રહેતી અને હુશેનભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટીની પરિણીત પુત્રી ફરીદાબેનને તેણીના લગ્ન જીવન દરમિયાન જામનગર ખાતે રહેતા ફિરોજ જાવેદભાઈ સેતા દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી, મારકુટ કરવામાં આવતા આ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં ફિરોજ સેતા સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો ખેલતો શખ્સ ઝડપાયો
ખંભાળિયામાં સોની બજાર વિસ્તારમાં રહેતા ગણેશ અન્નાભાઈ મેટકરી નામના શખ્સને શરણેશ્વર મંદિર વિસ્તારમાંથી ગતરાત્રે કોલકત્તા અને હૈદરાબાદની ક્રિકેટ ટીમ પર હારજીતના પરિણામ પર સટ્ટો રમતાં ઝડપી લઇ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 9,300 નો મુદ્દામાલ કરજે કર્યો હતો. આ પ્રકરણમાં સંદીપ ઉર્ફે ચુનીયો નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ખંભાળિયામાંથી પીધેલી હાલતમાં બોલેરો ચાલક ઝડપાયો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ભરાણા ગામના રમેશ મનસુખભાઈ મકવાણા નામના 28 વર્ષના શખ્સને પોલીસે રેલવે સ્ટેશન પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દોઢ લાખની કિંમતના બોલેરો પીકઅપ વાહન ચલાવતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech