વાલી દ્વારા રજુઆત કરાઇ : લાઇનમાંથી જુદા પડી ગયેલ વિધાર્થીને ઝાપટ મારી હોવાનો આક્ષેપ
જામનગરમાં થોડા દિવસ પહેલા બેડેશ્ર્વર વિસ્તારની એક શાળામાં વિધાર્થીનીને માર માયર્નિી ફરીયાદ થઇ હતી અને જેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા દરમ્યાનમાં શહેરની કાલીન્દી સ્કુલમાં કોમ્પ્યુટરના ટીચરે એક વિધાર્થીને ગાલમાં માર માયર્નિું સામે આવતા ચકચાર વ્યપાી છે. આ મામલે વાલી દ્વારા રાવ કરવામાં આવી છે.
રણજીતસાગર રોડ પર આવેલ કાલીન્દી સ્કુલમાં ધો.3માં અભ્યાસ કરતા દિપ ભદ્રા નામના વિધાર્થીને કોમ્પ્યુટરના ટીચર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રાવ વાલી દ્વારા કરવામાં આવી છે, બપોરના સુમારે બાળકના વાલી સ્કુલે લેવા જતા ગાલમાં નિશાન જોવા મળ્યુ હતું અને આ બાબતે પુછપરછ કરતા કોમ્પ્યુટરની શિક્ષીકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું વિધાર્થીએ જણાવ્યુ હતું, લાઇનમાંથી જુદા પડતા શિક્ષીકાએ ઝાપટ ઝીંકી હોવાનો વિધાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરાયો હતો અને આ બાબતે શાળા સંચાલક રસિકભાઇને રજુઆત કરવા વાલી પહોચ્યા હતા જો કે સંચાલકે બનાવ અંગે જોઇને વિચારશું તેવુ કહેતા વાલી દ્વારા આ મામલે શિક્ષણ વિભાગને રજુઆત કરવા સહિતની તજવીજ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલી એક સ્કુલમાં વિધાર્થીનીને માર મારવામાં આવ્યો હતો અને જે મામલે પ્રાથમિક શિક્ષણાધીકારી દ્વારા રીપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી જો કે એ બનાવમાં આગળ શું પગલા લેવાયા એ બહાર આવ્યુ ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech