સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ બહેરાશની સર્જરી
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભગતશેરીમાં રહેતા ધર્મેશભાઈ લાઠીયા ને ત્યાં પુત્ર પર્વ નો તા 21.11.2019 ના રોજ જન્મ થયો હતો. પિતા મજુરી કામ કરતા પરિવાર દીકરા ની દેખરેખ અને ઉછેરમાં પૂરું ધ્યાન આપતાં હતાં. દીકરો 1 વર્ષ નો થયો તો પણ બેસતા કે ચાલતા શીખ્યો ન હતો, ઉપરાંત બાળકને આંચકી પણ આવતી હતી અને બાળકના વિકાસમાં વિલંબ થતો હતો.
બાળકને બોલાવે કે કોઈ પણ પ્રકાર નો અવાજ કરે તો પણ બાળક ધ્યાન આપતું ન હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , જોડીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ટીમ ના ડો. સેજલ કરકર, ડો. દેવજી નકુમ ને વાતની જાણ થવાથી તેમની ટીમ દ્વારા બાળકની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, અને સમય વેડફયા વગર આ ટીમે સંદર્ભકાર્ડ ભરીને બાળકના માતા પિતા ને જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, ત્યાં બાળકની બહેરાશ અને લોહીનું પરીક્ષણ કરાયું અને બાળકના ઓપરેશન માટે વાત કરવામાં આવી પરંતુ માતા પિતા ઓપરેશન માટે તૈયાર થયા નહી.
વારંવાર આરોગ્ય ટીમ દ્વારા ખુબ સમજાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને અંતે ઓપરેશન માટે માતા પિતા તૈયાર થતાં ફરી સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, અને ત્યાંથી ગાંધીનગર ખાતે આવેલ તારા ફાઉન્ડેશન માં બાળકને પ્રાથમિક સારવાર હેઠડ રાખી લોહી નું પરીક્ષણ અને જરૂરી રીપોર્ટ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ તારીખ 03-03-2024 ના રોજ નિષ્ણાત ડોકટરો દ્વારા ખૂબ જ કૂનેહથી જન્મ જાત બહેરાશ (કોકલીયર ઈમ્પ્લાન્ટ) સર્જરી અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરવામાં આવી હતી.
રજા આપ્યા બાદ બાળકને દરરોજ જામનગર ખાતે કાર્યરત સ્માઈલ કેર ટ્રેનીંગ સેન્ટર ખાતે નિયમિત સ્પીચ થેરાપી આપવામાં આવે છે. હાલ નોર્મલ બાળકો ની જેમ બોલવામાં અને સાંભળવામાં ફરક જોવા મળ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા દીકરા વેદાંત ની સમગ્ર સારવાર અને કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી તદ્દન વિનામૂલ્ય કરવામાં આવેલી છે. દીકરાના માતા-પિતા એ સર્વપ્રત્યે ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો છે, તેમ આરોગ્ય ટીમના ડોક્ટર અને જીલ્લા પંચાયતના ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech