મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ
શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે. જે કદાચ ગુજરાતની એકમાત્ર નોન કોમર્શિયલ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા હશે કે જેમાં નિ:શુલ્ક રહીને અભ્યાસ કરી શકે તેવું દિવ્ય ગુરુકુલમનું નિમર્ણિ સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી તાજેતરમાં દિવ્ય ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
જેમાં અધ્યાત્મ રાહબર સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ઈતિહાસવિદ્ નરોત્તમ પલાણ દાદા, પ્રાકૃતિક ખેતી ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેંજલીયા, શિક્ષણવિદ્ ડો. કનુભાઈ કરકર, રિલાયન્સ ફાઉન્ડેશન સી.એસ.આર.ના હેડ કુંજલ રાવ, અમેરિકાથી 20 જેટલા મહિમાનો, ઉદ્યોગપતિ અને દાનવીર પદુભાઇ રાયચુરા, ચંદુભાઈ હુંબલ, ભરતભાઈ પરસાણા, ઘુસાભાઇ ધ્રાંગા, તમામ જ્ઞાતિના પ્રમુખો, શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને 2800 કેટલા લોકોની સાક્ષીએ આ ભવ્ય આયોજન નિયામક ભીમશીભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્ઘાટન કાર્યક્રમ, પ્રમુખના સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અભિવાદન કાર્યક્રમોનું સફળ સંચાલન લોકગાયક માલદેભાઈ આહીર અને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડો. ખુશાલ શીલુએ કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા વિસ્તારની તમામ દીકરીઓ માટે વિનામૂલ્યે છાત્રાલયમાં રહી, અભ્યાસની ઉત્તમ તક મળે તેવા પ્રયાસો સાથે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMડોનાલ્ડ ટ્રમ્પની એપલના સીઈઓને ટકોર, ભારતમાં આઈફોન બનાવવાનું બંધ કરો
May 15, 2025 03:43 PMરાજ્યના ૧૧ તાલુકામાં ઝાપટાંી એક ઇંચ વરસાદ: આજે માવઠાંની આગાહી
May 15, 2025 03:43 PMમાવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત થઈ રહેલો વધારો
May 15, 2025 03:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech