જામનગર જીલ્લાના રહીશો મનસુખભાઈ પરમાર, દીપકભાઈ ધાહુકીયા, સુરેશભાઈ સંઘાણી, સુજીતભાઈ સુમરીયા, ગોવિદભાઈ મંગે, માયાબેન મંગે, મધુબેન મંગે, જમનાબેન ભદ્રા,પરસોતમભાઈ પરમાર,પાયલબેન નંદા, ઉષાબેન નંદા તથા વિશ્વા નંદા વિગેર કે જેઓ જામનગર માં રહે છે જેઓને યુનિક સવ્યમ મલ્ટીસ્ટેટ મલ્ટીપરપશ કો.ઓપ.સોસાઇટી દ્વારા તેઓ પાસે સારી સ્કીમ હોય અને ખુબજ સારું વળતર મળશે લોભામણી જાહેરાતો આપી અને ઉપરોક્ત રહીશને અલગ અલગ લોભામણી સ્કીમો આપવામાં આવેલ, અને રકમ ડીપોઝીટ કરવાનું જણાવેલ અને ડીપોઝીટની રકમ જરૂરીયાત સમયે ગમે ત્યારે રકમ એકી સાથે પરત મળી જશે તેવું જણાવવામાં આવેલ.જેથી રહીશો દ્વારા રકમ ડીપોઝીટ કરાવવામાં આવેલ અને રહીશોને ડીપોઝીટ અન્વયે સર્ટીફીકેટ આપવામાં આવેલ.
ત્યારબાદ ઉપરોક્ત સર્ટીફીકેટની મેચ્યોરીટી તારીખ થતા બધા દ્વારા સોસાઇટીના જવાબદાર અધિકારીનો સંપર્ક કરેલ અને રકમની માંગણી કરેલ.જેથી અધિકારી દ્વારા ડીપોઝીટની ઓરીજીનલ રસીદ જમા કરવવાનું જણાવવામાં આવેલ. જેથી રહીશો દ્વારા ઓરીજીનલ ડીપોઝીટની રસીદ જમા કરાવી આપેલ.ઉપરોક્ત ઓરીજીનલ ડીપોઝીટની રસીદ જમા કરાવ્યા બાદ ઘણો સમય વીતી જવા છતાં સોસાઇટી દ્વારા ઉપરોકત રહીશોને ડીપોઝીટની રકમ પરત ચુકવવામાં આવેલ નહી.
જેથી ઉપરોકત રહીશો દ્વારા તેમના વકીલ મારફત યુનિક સવ્યમ મલ્ટીસ્ટેટ મલ્ટીપરપશ કો.ઓપ.સોસાઇટીને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ. તેમ છતાં રકમ ચુકવવામાં આવેલ નહી. જેથી નારાજ થઇ, રહીશો દ્વારા તેમનાં વકીલ મારફતે યુનિક સવ્યમ મલ્ટીસ્ટેટ મલ્ટીપરપશ કો.ઓપ.સોસાઇટી વિરૂધ્ધ જામનગર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે બધી ફરિયાદ ચાલી જતા ફરિયાદીના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટ કમીશનના ચુકાદા રજુ કરવામાં આવેલ. અને જે ચુકાદા તેમજ પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી. રાવલ તથા સભ્ય એચ.એસ.દવે દ્વારા ઉપરોકત બધા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને બધા રહીશોને ડીપોઝીટની રકમ આશરે રૂપિયા એક કરોડ જેટલી રકમ થવા જાય છે જે ડીપોઝીટની રકમ વ્યાજ સહીત તથા માનસિક દુઃખ ત્રાસના તથા ફરિયાદ ખર્ચની રકમ વળતર પેટે સામાવાળા યુનિક સવ્યમ મલ્ટીસ્ટેટ મલ્ટીપરપશ કો.ઓપ.સોસાઇટીએ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. ઉપરોક્ત બધા ફરિયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech