સાતથી પચ્ચીસ લાખમાં પતાવટ કરતા હોવાનો આક્ષેપ
દ્વારકા નગરપાલીકામાં ચીફ ઓફીસર સહિત તેમના મળતિયાઓ દ્વારા બાંધકામ મંજૂરીથી વિપરિત બાંધકામો ચલાવવા દેવા માટે સાતથી પચ્ચીસ લાખ જેટલી રકમનો ભ્રષ્ટાચાર કરસતો હોવાની લેખીત ફરીયાદ એન્ટી કરપ્શન બ્યૂરોને કરાતા ખળભળાટ મચ્યો છે.
દ્વારકાના એડવોકેટ નીલેશ બથીયા દ્વારા તાજેતરમાં રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોની નિયામક કચેરીને દ્વારકા નગરપાલકીના ચીફ ઓફીસર ઉદય નસિત તથા તેમના મળતિયાઓ દ્વારા દ્વારકા શહેરમાં ગેરકાયદેસર બાંધકામોમાં ગેરરીતિ આચરી કૌભાંડ કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે. તેઓની સૂઆતમાં જણાવ્યાનુસાર હાલમાં દ્વારકા નગરપાલીકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આશરે ૨૦૦ થી વધુ બાંધકામો ચાલી રહ્યા છે. આ બાંધકામોમાં નગરપાલીકા દ્વારા નકશા પર આપેલ બાંધકામ મંજૂરીથી તદન વિરુધ્ધના મસમોટા બાંધકામો નિયમ વિરુધ્ધ ચલાવવામાં આવી રહ્યા છે. આવા ગેરકાયદેસર બાંધકામો ચલાવવા માટે નગરપાલીકાના ચીફ ઓફીસર ઉદય નસિત તેમજ તેમના મળતિયાઓ દ્વારા સાત થી પરચીસ લાખ સુધીના લાંચ લેવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
દસ્તાવેજી અને એકચ્યુઅલ બાંધકામમાં મસમોટો તફાવત...?
વધુમાં અરજદાર દ્વારા દ્વારકા નગરપાલીકા વિસ્તારમાં ચાલતા બાંધકામો અંગે દરેક માલિકના નિવેદન લેવામાં આવે અને તેમના દસ્તાવેજની ચકાસણી નગરપાલીકામાં મળેલ બાંધકામ અને એકચ્યુઅલ બાંધકામ સાથે સરખામણી કરાય અને તેમાં મસમોટા તફાવત અંગે તપાસ કરવામાં આવે તો આવા બાંધકામો માટે નગરપાલીકાના સત્તાધીશોને લાખો - કરોડો રૂપિયા લાંચ પેટે આપેલ હોવાનું ખૂલી શકે તેમ હોવાનું જણાવ્યું છે. અરજદારે એસીબી વિભાગને આ અંગે અમૂક પૂરાવા પણ હોવાનું જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech